Viral Video : આ વ્યક્તિએ ઓટોરિક્ષામાંથી બનાવી લગ્ઝરી કાર, અનોખું ટેલેન્ટ જોઈ દંગ રહી ગયા હર્ષ ગોયનકા

Harsh Goenka Viral Video: હર્ષ ગોએન્કા અવારનવાર સોશિયલ મીડિયા પર ફની અને પ્રેરણાદાયી વીડિયો શેયર કરતા રહે છે. હાલમાં તેમણે એક સરસ મજાનો વીડિયો શેયર કર્યો છે.

Viral Video : આ વ્યક્તિએ ઓટોરિક્ષામાંથી બનાવી લગ્ઝરી કાર, અનોખું ટેલેન્ટ જોઈ દંગ રહી ગયા હર્ષ ગોયનકા
Viral Video Image Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 7:12 AM

સીએટ ટાયરના નિર્માતા આરપીજી ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કા એક સફળ બિઝનેસમેન છે. તેની સાથે સાથે તેઓ ઈન્ટરનેટ પર રમૂજી વીડિયો શેયર કરતા રહે છે. તેમના વીડિયો માત્ર લોકોનો દિવસ જ નથી બનાવતા પરંતુ તેમના દ્વારા શેયર કરવામાં આવેલા વીડિયો લોકોને પ્રેરિત પણ કરે છે. હાલમાં તેમણે એક મજેદાર વાયરલ વીડિયો શેયર કર્યો છે, જેને જોઈ તમે દંગ રહી જશો.

જુગાડે  ભારતીયોનું સૌથી પ્રખ્યાત કૌશલ્યોમાંથી એક છે. આ એક એવું કૌશલ્ય છે જે દરેક ભારતીયમાં જરૂરિયાત પ્રમાણે આપોઆપ જોવા મળે છે. ઘણા લોકો તેમની જુગાડની આ કળાથી લોકોને આશ્ચર્યમાં પણ મૂકી દે છે. આવો જ એક જુગાડનો વીડિયો હાલમાં સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ જુગાડની કળા લગાવીને પોતાની રિક્ષાને લક્ઝુરિયસ કારમાં ફેરવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો :  Viral Video : વાંદારાએ ભક્તો સાથે કર્યું રામનું ભજન, ભગવાનની ભક્તિમાં થયો લીન

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિએ પોતાની રિક્ષાને લક્ઝરી વાહનમાં ફેરવી દીધી છે. પહેલી નજરમાં આ રિક્ષા છત વિનાના વાહન જેવી લાગે છે. આ ઉપરાંત વાહનને આકર્ષક બનાવવા માટે તેને ગ્લોસી બ્લેક એક્સટીરિયર અને આલીશાન સીટોથી સજાવવામાં આવી છે.

આ વીડિયો જોયા પછી,કોઈ કહી શકશે નહીં કે આ વાહન એક સમયે રિક્ષા હતું. યુઝર્સ તેને ડિઝાઇન કરનાર વ્યક્તિની પ્રશંસા કરતા જોવા મળે છે. આ વીડિયોને હજારો લાઈક અને વ્યૂઝ મળ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. એક યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે , ‘ભાઈ! દેખાવમાં આ રિક્ષા શાહી કાર જેવી લાગે છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘વાહ! ભારતીય લોકોમાં પણ અદ્ભુત પ્રતિભા છે, આ એક પુરાવો છે અને જ્યારે તે કામ કરશે, ત્યારે બધું જ ગ્લેમરસ દેખાશે. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘જે આમાં બેસશે , તેમને રોયલ ફીલ હશે.’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">