સૌથી અઘરી વાત એ છે કે સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ વ્યક્તિ પોતાના સાથે જોડાયેલી દરેક વ્યક્તિને યાદ રાખે, જેમણે જીવનના દરેક પ્રકારના કડવા અને મીઠા અનુભવોમાં સાથ આપ્યો હોય. તેમને પ્રેમ કરે. આવા જ એક વ્યક્તિ છે રતન ટાટા (Ratan Tata). રતન ટાટાને કોઈ પરિચયની જરૂર નથી.
જ્યારે બિઝનેસ શરૂ થયો ત્યારે રતન ટાટા 1991 થી 2012 સુધી ટાટા ગ્રુપ (Tata Group)ના ચેરમેન રહ્યા. તમે આ બધી બાબતો જાણતા હશો, તમને તેમના ઈન્સ્ટાગ્રામ (Ratan Tata Instagram) પર તેમની સાદગીની ઊંડી ઝલક જોવા મળશે. ચાલો આજે તેના પર એક નજર કરીએ.
જ્યારે રતન ટાટા ઈન્સ્ટાગ્રામ પર આવ્યા ત્યારે તેમણે લોકો માટે લખ્યું અને કહ્યું કે તેઓ અહીં ઈન્ટરનેટ તોડવા-જોડવા નથી આવ્યા, પરંતુ તેઓ અહીં એટલા માટે આવ્યા છે કારણ કે તેઓ ઉત્સાહિત છે તેઓ લોકો સાથે વાર્તાઓ શેર કરવા માગે છે.
View this post on Instagram
ટીટો તેમનો કૂતરો હતો, જે હવે દુનિયામાં નથી. આ પોસ્ટ તેઓએ પોતાના પ્યારા ટીટો માટે શેર કરી હતી. ફોટોમાં તેઓ ટીટો સાથે જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
આ ફોટોએ લોકોના દિલ જીતી લીધા હતા. યુવાનીની આ તસવીર લોસ એન્જલસની છે. આ દરમિયાન તેઓની ઉંમર 25 વર્ષની હતી. ફોટો જોતા મોટાભાગના લોકોએ કહ્યું કે તેઓ હોલીવુડ સ્ટાર જેવા દેખાય છે. તમને જણાવી દઈએ કે ટાટા અમેરિકામાં અભ્યાસ કરીને થોડો સમય કામ કર્યા બાદ વર્ષ 1962માં ભારત પરત ફર્યા હતા.
Ratan Tata (PC: Social Media)
ઇન્સ્ટાગ્રામ પર તેમના એક ફોલોઅર્સે તેમને ‘છોટુ’ કહીને શુભેચ્છા પાઠવી હતી. આના પર અન્ય યુઝર્સ મહિલા પર ગુસ્સે થઈ ગયા અને તેની ટીકા કરવા લાગ્યા. જ્યારે ટાટાને આ વિશે ખબર પડી તો તેઓએ મહિલાની કમેન્ટનો જવાબ આપ્યો અને તેને સમર્થન આપ્યું અને યુઝર્સને તેની સાથે સારો વ્યવહાર કરવા કહ્યું. ફરી એકવાર રતન ટાટાએ પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતી લીધા હતા.
હાથીના મોત પર વ્યક્ત કર્યું હતું દુખ
— Ratan N. Tata (@RNTata2000) June 3, 2020
કેરળના મલ્લપુરમમાં ગર્ભવતી હાથીના દર્દનાક મૃત્યુએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. ગર્ભવતી હાથીને વિસ્ફોટકોથી ભરેલું અનાનસ ખવડાવવામાં આવ્યું હતું. હાથીના મોંમાં અનાનસ ફાટી ગયું હતું, જેના કારણે તે ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી અને ત્રણ દિવસ સુધી વેલિયાર નદીમાં ઊભી રહી હતી. દર્દથી ઝઝૂમી રહેલી માતાએ પોતાનું મોં અને સુંઢ પાણીમાં રાખ્યું હતું. હવે તે આ દુનિયામાં નથી. ઉદ્યોગપતિ રતન ટાટાએ હાથીની માટે એક પોસ્ટ લખી. તેઓ પણ આ સમાચારથી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
તેઓએ ઈન્સ્ટા પર તેમના સ્કૂલના દિવસોની તસવીરો પણ શેર કરી છે. તેમની આ તસવીરો જોઈને લોકોએ પ્રતિક્રિયા આપી. યુઝર્સે લખ્યું કે તમે લિજેન્ડ છો સરજી.
Ratan Tata (PC: Social Media)
પોતાના ટિચરને કર્યા હતા યાદ
Ratan Tata With J.R.D Tata (PC: Social Media)
તેઓએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ગુરૂ જેઆરડી ટાટા સાથે એક ફોટો શેર કર્યો હતો. આ તસ્વીર દ્વારા 117મી જન્મજયંતિ પર તેઓએ તેમને યાદ કર્યા હતા. મોટા ભાગના લોકોને તેમની સાદગી અને પોતાના લોકોને ન ભુલવાની વાત ખુબ જ ગમે છે. તેમનામાં જેટલી સાદગી છે તેટલી આજે બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. તેમના વિશે તમારો શું અભિપ્રાય છે?
આ પણ વાંચો: Year Ender 2021: બચપન કા પ્યારથી લઈ ચાંદ વાલા મુખડા સુધી આ વાઈરલ વીડિયોએ મચાવી હતી ધૂમ
આ પણ વાંચો:Crime: દુનિયાનો એવો ખૂંખાર અપરાધી જેને રાખવામાં આવે છે બુલેટપ્રુફ અન્ડરગ્રાઉન્ડ કાચની જેલમાં !