Viral: ગોરમહારાજે લગ્ન મંડપમાં વર-કન્યા વચ્ચે રાખી સ્પર્ધા, રીઝલ્ટ માટે જુઓ મજેદાર વીડિયો
લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો વાહ. વીડિયોમાં પંડિત જીના કહેવા પર વર-કન્યા એક સ્પર્ધા શરૂ કરે છે. જેને જોઈને તમે પણ હસી પડશો.
હાલ સોશિયલ મીડિયા (Social Media)પર લગ્નના વીડિયો વાયરલ(Viral Videos)થઈ રહ્યા છે જેમાં ભારતીય લગ્નોના ફની (Funny Videos)અને હૃદયસ્પર્શી વીડિયો દરરોજ વાયરલ થાય છે. લગ્ન ગૃહોની ભવ્યતા અને મજા પોતાનામાં જ ખાસ હોય છે, જેને જોનારાઓ પણ ખૂબ જ માણે છે.
આ જ કારણ છે કે લગ્નના રસપ્રદ વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે. હવે લગ્નનો એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો વાહ શું વાત છે.
દરેક વ્યક્તિ જાણે છે તેમ, ભારતીય લગ્નો ખૂબ વિધિવત હોય છે. જેમાં વિવિધ રીત-રિવાજો અને વિધિઓ પૂર્ણ કરવામાં કલાકો લાગે છે. આવી સ્થિતિમાં, ત્યાં હાજર સ્વજનોને કંટાળો ન આવે, તેથી ઘણા યુગલો કંઈક એવું કરે છે, જે જોઈને લગ્ન જીવનમાં રોનક આવે છે. તાજેતરના દિવસોમાં, કંઈક આવું જ જોવા મળ્યું હતું જ્યાં વર-કન્યા તેમના પંડિતના કહેવા પર લગ્નની (funny wedding video) વિધિ દરમિયાન મજેદાર રમત રમી રહ્યા છે.
View this post on Instagram
વાયરલ થઈ રહેલા વીડિયો(Funny Viral Videos)માં તમે જોઈ શકો છો કે વરરાજા લગ્નના મંડપ પર બેઠા છે. તેમને જોઈને લાગે છે કે લગ્નની તમામ વિધિઓ પૂરી થઈ ગઈ છે. છેવટે, પંડિત જી વર અને કન્યાને એક મજાની રમત રમવા માટે કહે છે. સૌ પ્રથમ, તે રમતના નિયમો જણાવતી વખતે કહે છે. જે ખુરશી પર પહેલા બેસે તેની પાસે ઘર ચલાવવાની ચાવી હશે. પંડિતજીએ હાથ નીચા કર્યા કે તરત જ બંને ખુરશી પર બેસી ગયા.
આવી સ્થિતિમાં પંડિતજી હાથ નીચા કરતા જ બંને વચ્ચે ખેલ શરૂ થઈ જાય છે. બંને ઝડપથી ખુરશી પર બેસી ગયા. બંને પહેલા ખુરશી પર બેસવાનો દાવો કરે છે, પરંતુ વીડિયોને ધ્યાનથી જોયા પછી સ્પષ્ટ થાય છે કે દુલ્હન જીતી ગઈ છે. હાલ તો આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ આ ફની વીડિયો (Amazing Viral Videos)સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.
વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram)પેજ પર witty_wedding નામના કેપ્શન સાથે અપલોડ કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 10 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કોરોના વિસ્ફોટ વચ્ચે પણ ફ્લાવર શો કરવા AMC ની હઠ, શો રદ કરાવવા કોંગ્રેસ પહોંચી હાઈકોર્ટના દરવાજે