Funny Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાન્સ સંબધિત વીડિયો (Dance Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે.જેમાં DJના તાલમાં ઝુમી રહેલા આ દાદા-દાદીને (Grand Parents) જોઈને તમને પણ હસવુ આવશે.
આ વીડિયોમાં એક વૃદ્ધ સરદારજી તેમના પાર્ટનર સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વૃદ્ધ સરદારજી તેમની પત્ની સાથે ડાન્સ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, સાથે જ લોકો કમેન્ટ્સ દ્વારા ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
View this post on Instagram
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે તમામ મહેમાનો દુલ્હા-દુલ્હનની રાહ જોઈ રહ્યા છે. અચાનક DJ માં એક હિન્દી સોંગ વાગે છે. આ સોંગ સાંભળતા જ દાદા-દાદી ડાન્સ ફ્લોર પર આવે છે અને મહેમાનોની સામે ડાન્સ કરતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ વૃદ્ધ કપલ આ ઉંમરે પણ એનર્જી સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર thebridesofindia નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ ડાન્સ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Video: યુવતીએ 30 ફૂટની ઉંચાઈ પર કર્યા ખતરનાક સ્ટંટ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો : Video : બાસ્કેટબોલ રમતા ડોગીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ” યે તો ખેલાડી હૈ”