Viral: ગોરખા જવાનનો ખુખરી ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ આ શાનદાર વીડિયો
IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, 'ગોરખા જવાનનો ખુખરી ડાન્સ.! ગુરખા સૈનિકો વિશે કહેવામાં આવે છે કે એકવાર તેઓ મેદાનમાં ઉતરે છે તો યુદ્ધનો નિર્ણય કરીને જ પાછા ફરે છે.
ભારતીય સેના (Indian Army) વિશ્વની સૌથી બહાદુર સેનાઓમાંની એક માનવામાં આવે છે, જેની બહાદુરીની કહાણીઓ સમયાંતરે દેશના લોકોને ઉત્સાહિત કરવાનું કામ કરે છે. જોકે ભારતીય સેનામાં ઘણી રેજિમેન્ટ્સ છે અને દરેકની બહાદુરીની અલગ-અલગ ગાથાઓ છે. તેમાંથી એક ગોરખા રેજિમેન્ટ છે, જેના સૈનિકોને હિમ્મતનું બીજું નામ કહેવામાં આવે છે. તેમની બહાદુરીની વાતો આખી દુનિયામાં પ્રખ્યાત છે. આ રેજિમેન્ટનો ભવ્ય ઇતિહાસ છે. તે વિશ્વની સૌથી બહાદુર રેજિમેન્ટમાંની એક માનવામાં આવે છે.
જો કે આજના સમયમાં બંદૂક જવાનોનું મુખ્ય હથિયાર બની ગયું છે, પરંતુ ખુખરી આજે પણ ગુરખા જવાનો માટે સૌથી મહત્વપૂર્ણ અને પરંપરાગત હથિયાર છે. આજકાલ ગોરખા જવાનનો એક ખુખરી ડાન્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે સોશિયલ મીડિયા પર અવારનવાર તમામ પ્રકારના વીડિયો વાયરલ (Viral Videos) થતા હોય છે, પરંતુ આ વીડિયો પોતાનામાં ખુબ જ અદભૂત છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક જવાન ખુખરી સાથે ડાન્સ કરી રહ્યો છે. નૃત્ય કરતી વખતે તે જે રીતે ખુખરીને ફેરવે છે, તેનું સંતુલન જોતા એવું લાગે છે કે તે પરંપરાગત રીતે ખૂબ જ સુંદર નૃત્ય કરે છે.
गोरखा जवान का खुखरी डांस.! गोरखा सैनिकों के लिए कहा जाता है कि यदि वे एक बार मैदान में उतर जाएं तो युद्ध का फैसला करके ही लौटते हैं. pic.twitter.com/cbI7JTDAvB
— Dipanshu Kabra (@ipskabra) January 22, 2022
IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘ગોરખા જવાનનો ખુખરી ડાન્સ.! ગુરખા સૈનિકો વિશે કહેવામાં આવે છે કે એકવાર તેઓ મેદાનમાં ઉતરે છે તો યુદ્ધનો નિર્ણય કરીને જ પાછા ફરે છે.
50 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 17 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1700થી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ઘણા લોકોએ આ વીડિયોને જોયા બાદ શાનદાર કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ’26 ની પરેડ કરતાં આ બધાને આ રીતે ડાન્સ કરતા જોવું વધુ આનંદદાયક છે’,
જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે, “કોઈ કહે કે હું મૃત્યુથી ડરતો નથી તો કાં તો તે ગુરખા છે અથવા ઝૂઠ બોલે છે” તેવી જ રીતે, અન્ય ઘણા વપરાશકર્તાઓએ પોસ્ટ પર ખૂબ જ સારી કમેન્ટ્સ કરી છે.
આ પણ વાંચો: Gmail Safety Tips: તમારૂ જીમેઈલ હેક તો નથી થયું ને ? આ સરળ રીતે કરો ચેક
આ પણ વાંચો: PM Kisan: આ દિવસે આવશે PM કિસાન યોજનાનો 11મો હપ્તો, ઝડપથી ચેક કરો સ્ટેટસ