પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ બનશે ગુજરાતના મુખ્યપ્રધાનનો નવો ચહેરો ? જાણો રાજકીય કરિયર વિશે
વિધાનસભા ચૂંટણીઓમાં પાટીદારોને રિઝવવા પાટીદાર નેતા જ સીએમ બને તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. જેમાં મોટાભાગે પાટીદાર નેતાઓ જ રેસમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેમાં પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલનું નામ પણ પણ ચર્ચામાં છે.
ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આજે રાજીનામું ધરી દીધું છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીઓને લઇને ભાજપે તૈયારીઓ આરંભી દીધી હોવાનું લાગી રહ્યું છે. જોકે, વિધાનસભા ચૂંટણીઓમાં પાટીદારોને રિઝવવા પાટીદાર નેતા જ સીએમ બને તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. જેમાં મોટાભાગે પાટીદાર નેતાઓ જ રેસમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેમાં પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલનું નામ પણ પણ ચર્ચામાં છે.
સી.આર.પાટીલનો જન્મ 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉતમાં થયો હતો. તેમનું શાળાનું ભણતર દક્ષિણ ગુજરાતમાં પૂર્ણ કર્યું હતું. 1975માં પિતાને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા.
1984માં પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન ના હોય તેમજ પોલીસકર્મીઓના પ્રશ્નો પણ ઉઠાવતું નહીં . આ મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984માં પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહીં અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
સી. આર પાટીલની રાજકારણમાં 1989માં એન્ટ્રી થઈ હતી. આ બાદ પાછળ ફરીને જોયું હતું. . સુરત હોય કે નવસારીનો વિસ્તાર કોઈપણ પ્રશ્ન માટે સદા આગળ રહેતા હતા.
2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજયી બન્યા હતા. ત્યારબાદ ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી હતી કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. ઓફિસમાં ISO લેનાર સીઆરપાટીલ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.
આ પણ વાંચો :
ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાનું નામ પણ સીએમની રેસમાં અગ્રેસર, જાણો તેમની રાજકીય સફર
આ પણ વાંચો :