AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Girl Stunt Video : રેલવે સ્ટેશન પર છોકરીએ કર્યું બેકફ્લિપ, Video થયો Viral

Girl Stunt Video : સોશિયલ મીડિયા તેમની પ્રતિભા દર્શાવતા અથવા અવિશ્વસનીય સ્ટન્ટ્સ કરતા લોકોના વીડિયોથી મુક્ત નથી. હવે ભીડવાળા રેલવે સ્ટેશન પર પરફેક્ટ બેકફ્લિપ કરતી છોકરીના એક વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

Girl Stunt Video : રેલવે સ્ટેશન પર છોકરીએ કર્યું બેકફ્લિપ, Video થયો Viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 7:05 AM
Share

Girl Stunt Video : શું તમે ક્યારેય એવો વીડિયો જોયો છે, જેને જોઈને તમે “વાહ!” કહો અને પછી તમે તેને વારંવાર જોશો. જો તમે ક્યારેય આવી ક્લિપ જોઈ હશે તો તમને ખબર પડશે કે એ જોવાની કેટલી મજા આવે છે. હા, આપણે બધા જાણીએ છીએ કે સોશિયલ મીડિયા લોકો તેમની પ્રતિભા દર્શાવતા અથવા અવિશ્વસનીય સ્ટંટ કરતા હોય તેવા વીડિયોથી વંચિત નથી. હવે ભીડવાળા રેલવે સ્ટેશન પર પરફેક્ટ બેકફ્લિપ કરતી છોકરીના એક વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયો મિશા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને તેને લગભગ 37,000 લાઈક્સ મળી છે.

આ પણ વાંચો : Viral Video: એક જ દિલ છે, કેટલી વાર જીતીશો! વ્હીલચેર પર બેઠેલા KKR ફેનને ખાસ અંદાજમાં મળ્યો શાહરુખ ખાન

હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં મીશા નામની છોકરી રેલવે સ્ટેશન પર દોડતી અને બેકફ્લિપ કરતી જોવા મળે છે, જેણે ટ્રેનની રાહ જોનારાઓને પ્રભાવિત કર્યા છે. તે બેકફ્લિપ્સ એટલી સુંદર રીતે કરે છે કે તમે ઈમ્પ્રેસ થઈ જશો. આ વીડિયો ક્લિપને શેર કરવામાં આવી છે ત્યારથી લઈને સમાચાર લખાઈ છે ત્યાં સુધીમાં 37,000થી વધુ લાઇક્સ અને ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. જ્યારે ઘણા લોકો મીશાની પ્રતિભાના વખાણ કરવાનું રોકી શક્યા નહીં, તો અન્ય લોકોએ મીશાના આત્મવિશ્વાસની પ્રશંસા કરી છે.

જુઓ Viral Video

લોકો કરી રહ્યા છે કોમેન્ટ્સ

યુજર્સે અલગ-અલગ કોમેન્ટ્સ કરી છે. એક લખે છે કે, પ્યોર ટેલેન્ટ, બીજા યુઝર્સે લખ્યું કે, આ બહુ સરસ છે. અન્ય યુઝર્સે કહ્યું કે, મજા આવી ગઈ શાબાશ….બીજા એક યુઝર્સે કહ્યું કે, મેં હકીકતમાં આનો આનંદ લીધો, આ બહુ સારી રીતે કરવામાં આવ્યું છે. એકંદરે યુઝર્સ આ છોકરીના વખાણ કરી રહ્યા છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
g clip-path="url(#clip0_868_265)">