TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: કોલેજમાં ભીખાભાઈ એક છોકરીના પ્રેમમાં પડ્યાં, તેમણે તેને એક પ્રેમપત્ર લખ્યો

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': કોલેજમાં ભીખાભાઈ એક છોકરીના પ્રેમમાં પડ્યાં, તેમણે તેને એક પ્રેમપત્ર લખ્યો
Tv9 Gujarati 'Hasya no Dayro'

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 09, 2022 | 6:00 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

મેં એક ઈચ્છા કરી, વજન ઘટાડવાની…

પછી સમજાયું કે તે માટે ઘણું છોડવું પડે…

જેમ કે દાબેલી, ઢોસા  પાંવભાજી, સ્વીટ, જલેબી-ગાંઠિયા, બધી જ ફરસાણ… વગેરે વગેરે…

પછી હું આધ્યાત્મને શરણે ગઈ…

જાણ્યું કે, ઈચ્છા જ દુઃખોનું મૂળ છે !

પછી મેં વજન ઘટાડવાની ઈચ્છા જ છોડી દીધી…

હવે સુખ જ સુખ છે…!

😄

………………………………………………………………………………………..

કોલેજમાં ભીખાભાઈ એક છોકરીના પ્રેમમાં પડ્યાં.

તેમણે તેને એક પ્રેમપત્ર લખ્યો.

“હું તને ખુબ જ પ્રેમ કરું છું. જો, તને પણ મારી સાથે પ્રેમ હોય તો આવતીકાલે લાલ રંગનો ડ્રેસ 💃💃પહેરીને કોલેજમાં આવજે….💑”

પ્રેમપત્ર એક પુસ્તકમાં મૂકીને પુસ્તક 📙📙તેને આપી દે છે.

બીજા દિવસે તે છોકરી પીળા રંગનો 💛ડ્રેસ પહેરીને કોલેજમાં આવે છે અને ભીખાભાઈને એમનું પુસ્તક પરત કરી દે છે.

આ જોઈને ભીખાભાઈનું મન સંસારમાંથી ઉઠી જાય છે. કોલેજ છોડી દે છે અને તે દેવદાસની જેમ જીવવા લાગે છે. સમય વીતે છે……..

પેલી છોકરીનું બીજે ગોઠવાઈ જાય છે.

ભીખાભાઇ દેવદાસની જેમ એકલાં જ જીવ્યે જાય છે. વર્ષો બાદ……..

ભીખાભાઈ ઘરનો કચરો સાફ કરતાં હોય છે…અલમારીને ધક્કો લાગતાં પેલું પુસ્તક ઉપરથી છટકીને નીચે પડે છે.

અને…….

એમાંથી એક ચિઠ્ઠી સરકી પડે છે.

*“મને પણ તમે ખૂબ ગમો છો. તમે મારાં મમ્મી-પપ્પાને મળો. જો તેઓ સંમતિ આપશે તો હું જરૂરથી તમારી સાથે લગ્ન કરીશ. અને હા, મારી પાસે એક પણ લાલ ડ્રેસ નથી. તો SORRY !!

ખાસ નોંધ- હવે તમે તમારાં જૂના પુસ્તકો ફંફોસવા ન બેસતાં !!! તમારો સમય ક્યારનોય વીતી ચૂક્યો છે.

મહેરબાની કરીને પોતાના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપો.

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Video : નાની બાળકીએ નોરા ફતેહીના સોંગ પર કર્યો ગજબનો ડાન્સ, એક્સ્પ્રેશન જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો –

Viral: વાંદરાને પાણી પીવડાવતા આ શખ્સે જીત્યા લોકોના દીલ, લોકો બોલ્યા જળ એજ જીવન

આ પણ વાંચો –

Funny Video: કાદવમાં રમી રહ્યા હતા ટેણિયાઓ, અચાનક કંઈક એવુ થયુ કે જોઈને તમને પણ હસવુ આવશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati