AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : ‘મારી સામું કેમ જોવે સો… આમ નીચે જોને’ કહી બાળકે લોકોને ખડખડાટ હસાવ્યા, બાળકો વીડિયો થયો વાયરલ

Child Funny Viral Video : સોશિયલ મીડિયા પર હાલમાં ગામડાના એક બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો જોઈને લોકોને પોતાના બાળપણનો સમય યાદ આવી રહ્યો છે.

Viral Video : 'મારી સામું કેમ જોવે સો... આમ નીચે જોને' કહી બાળકે લોકોને ખડખડાટ હસાવ્યા, બાળકો વીડિયો થયો વાયરલ
Funny Viral VideoImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 7:41 PM
Share

સોશિયલ મીડિયા પર રોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે. દુનિયાભરમાંથી રોજ અનેક રમૂજી વીડિયો પણ વાયરલ થતા હોય છે. તેમાં પણ નાના બાળકોના આવા રમૂજી વીડિયો ખુબ વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર ગામડાના એક બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં નાના બાળકો એવી હરકત કરે છે કે સોશિયલ મીડિયા યુઝર્સ ખડખડાટ હસી પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો જોઈને તમને પોતાના બાળપણની યાદ આવશે.

આ વાયરલ વીડિયોમાં એક ગામડાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં કેટલાક બાળકો જોવા મળી રહ્યા છે, આ બાળકો કોઈ સ્કૂલ કે આંગણવાડીમાં ભેગા થયા હોય તેવુંં લાગી રહ્યું છે. દરેક વ્યક્તિનું જીવન અનેક વાર્તાઓ સાંભળીને પસાર થયુ હોય છે. તમે બાળપણમાં બકરી અને તેના બચ્ચાઓની વાર્તા સાંભળી જ હશે. વીડિયોમાં જોવા મળી રહેલો બાળક પણ એજ વાર્તા બીજા બાળકોને સંભળાવી રહ્યો છે. સ્કૂલમાં જેમ શિક્ષક કોઈ વિદ્યાર્થીને જવાબ આપવા, વાર્તા સંભળાવવા કે વાંચવા માટે ઉભા કરતા હતા, બસ એજ રીતે આ બાળકને પણ વાર્તા સંભળવવા ઉભા કરવામાં આવ્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે બીજા બાળકો પોતાની મસ્તીમાં ખોવાયેલા છે અને એક બાળકી આ નાનકડા વાર્તા સંભળાવતા બાળક તરફ જોઈ રહી છે. તેવામાં વાર્તા સંભળવાતા બાળકનું ધ્યાન તે છોકરી તરફ જાય છે અને તે તેને ખખડાવતા કહે છે કે, મારી સામું કેમ જોવે સો… આમ નીચે જોને. આમ કહી તે ફરી વાર્તા સંભળવવાનું ચાલુ રાખે છે. આ કાઠિયાવાડી બાળકનો રમૂજી વીડિયો લોકોને ખુબ હસાવી રહ્યો છે. આ વીડિયો ગુજરાતની જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મને મારા બાળપણનો સમય યાદ આવી ગયો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવો રમૂજી વીડિયો પહેલા ક્યારેય નથી જોયો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અસલ કાઠિયાવાડી.

g clip-path="url(#clip0_868_265)">