AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: મીટર પર બસ આટલુ લખી દો, બિલ ઓછું આવશે..વીજળીનું બિલ ઓછું કરવાનો પાકિસ્તાનના મૌલાનાનો ફોર્મ્યુલા

એક પાકિસ્તાની ટીવી શોમાં, એક મહિલાએ મૌલાના સાહેબને પૂછ્યું કે વીજળીનું બિલ ખૂબ વધારે આવી રહ્યું છે, મને કોઈ એવી રીત જણાવો જેનાથી બિલ ઘટાડી શકાય. હવે અપેક્ષા હતી કે મૌલાના સાહેબ કોઈ દુઆ વગેરે કહેશે, પરંતુ તેમણે આપેલી સલાહથી ઇન્ટરનેટ પર તોફાન મચી ગયું.

Viral Video: મીટર પર બસ આટલુ લખી દો, બિલ ઓછું આવશે..વીજળીનું બિલ ઓછું કરવાનો પાકિસ્તાનના મૌલાનાનો ફોર્મ્યુલા
Electricity bill will be redusce pakistan Maulana
| Updated on: Jul 12, 2025 | 1:24 PM
Share

દરેક વ્યક્તિ વીજળીનું બિલ ઘટાડવાની અનેક ટ્રિક સોધતા હોય છે. આ દરમિયાન, એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો પેટ પકડીને હસવા લાગ્યા છે. ખરેખર, એક પાકિસ્તાની ટીવી શોમાં, એક મહિલાએ મૌલાના સાહેબને પૂછ્યું કે વીજળીનું બિલ ખૂબ વધારે આવી રહ્યું છે, મને કોઈ એવી રીત જણાવો જેનાથી બિલ ઘટાડી શકાય. હવે અપેક્ષા હતી કે મૌલાના સાહેબ કોઈ દુઆ વગેરે કહેશે, પરંતુ તેમણે આપેલી સલાહથી ઇન્ટરનેટ પર તોફાન મચી ગયું.

પાકિસ્તાની મૌલાનાનો વિચિત્ર ઉપાય વાયરલ

મૌલાના સાહેબે કહ્યું, “જો તમે ઇચ્છો છો કે તમારું વીજળીનું બિલ ઓછું આવે, તો એક ઉપાય છે. તમારે ફક્ત તમારી આંગળીથી મીટર પર ‘ઝમ-ઝમ’ લખવું પડશે. આ મહિનામાં બે વાર કરો, આજે એક વાર અને 15 દિવસ પછી બીજી વાર. ઇન્શાઅલ્લાહ, બિલ ઓછું થશે. હું પોતે તેની ગેરંટી આપું છું.”

View this post on Instagram

A post shared by ApniISP.Com (@apniisp)

વીજળીનું બિલ ઓછું કરવાનો કાડ્યો આવો ઉપાય

હવે આ સાંભળીને લોકો કેવી રીતે ચૂપ રહી શકે છે. વીડિયો વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ શરૂ થઈ ગયો છે. એક યુઝરે લખ્યું, “મેં આ ઉપાય અજમાવ્યો, હવે સરકાર મને વીજળી વાપરવા માટે પૈસા આપી રહી છે.” બીજાએ કટાક્ષ કર્યો, “હું ઝમઝમ કરવા ગયો, મને વીજળીનો શોક લાગ્યો.” કોઈએ મજાક ઉડાવતા કહ્યું, “મૌલાના સાહેબે કહ્યું હતું, પણ હવે વીજળીનું બિલ ડબલ આવી રહ્યું છે.”

મૌલાના સાહેબનો અનોખો ફોર્મ્યુલા વાયરલ

બાય ધ વે, મૌલાના જે ‘ઝમઝમ’નો ઉલ્લેખ કરી રહ્યા છે તે મક્કામાં હાજર શુદ્ધ પાણીનું નામ છે, જેને મુસ્લિમ સમુદાય ખૂબ જ પવિત્ર માને છે. તેને ચમત્કારિક પણ માનવામાં આવે છે, પરંતુ વીજળીનું બિલ ઘટાડવા માટે તેનો ઉપયોગ કોઈ સ્વીકારી શકતું નથી. ભલે તે મજાક હોય, આ વિડિયો અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે અને લોકો તેને ‘બિજલી બચાવો ટેકનોલોજી 2025’નો સૌથી રસપ્રદ અને રમુજી ભાગ માની રહ્યા છે.

Viral Video: ચાલતી ટ્રેનમાં દરવાજે ઉભી રહી રીલ બનાવતી હતી છોકરી ! તેની માતા જોઈ ગઈ અને પછી જે કર્યું..આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">