OMG ! જન્મદિવસની કેક ચહેરા પાસે લાવતા જ ફૂટી, Video Viral થયો
Cake Viral Video: બર્થડે કેકમાં થયેલા વિસ્ફોટનો આ વીડિયો ન્યૂઝફ્લેર દ્વારા રોઇટર્સ કનેક્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે હવે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. જે લોકો આ વીડિયો જુએ છે તેમને આ ઘટના ડરામણી અને રમુજી બંને લાગે છે.

એક બર્થડે બોય તેના મિત્રો સાથે કેક કાપવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે અચાનક કેકમાં જોરદાર વિસ્ફોટ થયો. આ અચાનક બનેલી ઘટનાથી ઘટનાસ્થળે હંગામો મચી ગયો અને ગભરાયેલો બર્થડે બોય નજીકના સ્વિમિંગ પુલમાં કૂદી પડ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને નેટીઝન્સ અવનવું વિચારી રહ્યા છે.
કેક જોરદાર ધડાકા સાથે ફૂટી જાય છે
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેકને પોતાના ચહેરા પાસે લાવતા જ કેક જોરદાર ધડાકા સાથે ફૂટી જાય છે. આ પછી તે વ્યક્તિ ચિંતાથી આંખો ચોળે છે અને આસપાસ જુએ છે અને ડરથી પોતાના ઘરના પૂલમાં કૂદી પડે છે.
જુઓ Viral Video….
View this post on Instagram
(Credit Source: fox news)
મિત્રો દ્વારા કરવામાં આવેલી મજાક
આ વાયરલ વીડિયો ક્લિપ જોયા પછી નેટીઝન્સ કહી રહ્યા છે કે આ મિત્રો દ્વારા કરવામાં આવેલી મજાક હતી. કારણ કે વીડિયોના બેકગ્રાઉન્ડમાં તેમને હસતા સાંભળી શકાય છે, જે સ્પષ્ટ કરે છે કે બધું પૂર્વ-આયોજિત હતું. પરંતુ આ અચાનક બનેલી ઘટના પર જન્મદિવસના છોકરાની પ્રતિક્રિયા જોવા જેવી છે.
વીડિયો આગની જેમ ફેલાયો
માત્ર થોડીક સેકન્ડનો આ વીડિયો ન્યૂઝફ્લેર દ્વારા રોઇટર્સ કનેક્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે હવે ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો છે. વીડિયો જોનારાઓને આ ઘટના ડરામણી અને રમુજી બંને લાગી રહી છે.
આ પણ વાંચો: Delhi Metroમાં આવી ગયો વાનર, વાયરલ વીડિયો જોઈને તમે પણ કહેશો કે-આ શું થઈ ગયું?
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
