Funny Video : લગ્નમાં દોસ્તોની મજાકે ઉડાવ્યા મહેમાનોના હોંશ ! દુલ્હા-દુલ્હનના હાલ જોઈને તમને પણ હસવુ આવશે

|

Nov 24, 2021 | 5:03 PM

આજકાલ એક લગ્નનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં સિંદૂરદાન રશમ દરમિયાન એક વ્યક્તિએ મજાકમાં કંઈક એવું કર્યું કે મહેમાનોના હોંશ ઉડી ગયા.

Funny Video :  લગ્નમાં દોસ્તોની મજાકે ઉડાવ્યા મહેમાનોના હોંશ ! દુલ્હા-દુલ્હનના હાલ જોઈને તમને પણ હસવુ આવશે
Wedding Funny video goes viral

Follow us on

Viral Video :લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા (Social Media) પર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે.ક્યારેક કોઈ રશમ કે ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને (Users) કન્ટેન્ટ પુરૂ પાડે છે એવું કહેવું ખોટું નહીં હોય કે લગ્ન સંબંધિત કન્ટેન્ટ યુઝર્સ ખૂબ જ રસથી જોવાનું પસંદ કરે છે. તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો (Wedding video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં સિંદૂરદાન રશમમાં કંઈક એવુ થાય છે,જે જોઈને તમને પણ હસવુ આવશે.

આપણે બધા જાણીએ છીએ કે લગ્નમાં ઘણી બધી રશમ કરવામાં આવે છે. પરંતુ કેટલીકવાર આ રશમ (Wedding Ritual) દરમિયાન એવી ઘટનાઓ બને છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.સિંદૂરદાન રશમ દરમિયાન એક યુવક મજાકમાં કંઈક એવુ કરે છે,જેને કારણે દુલ્હા-દુલ્હનને ભારે પડી જાય છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

રશમ દરમિયાન કંઈક આવુ થયુ !

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંદૂરદાન રશમ દરમિયાન, બે યુવકો દુલ્હા-દુલ્હન ઉપર લાલ ચુંદડી રાખીને ઉભા છે. આ દરમિયાન એક વ્યક્તિને ટીખળ સુઝે છે અને તે આ ચૂંદડીને જોરથી ખેંચે છે. જેને કારણે સામે ઉભેલો વ્યક્તિ ધડામ દઈને દુલ્હા-દુલ્હન પર પડે છે.આ રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

આ રમુજી વીડિયો brides_special નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 43 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો યુઝર્સ શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે,જો કે કેટલાક યુઝર્સ આ ટીખળ જોઈને ગુસ્સે થયા છે.

વીડિયો જોઈને યુઝર્સ થયા ગુસ્સે..

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, આ બિલકુલ મજાક નથી, આ મજાકમાં વરરાજાની ગરદન તૂટી શકે છે. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, શું મૂર્ખ વ્યક્તિ છે. વિચાર્યું પણ નહિ કે સાથે દુલ્હન પણ બેઠી છે, તેને પણ ઈજા થઈ શકે છે. જો કે આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ ફની રિએક્શન પણ આપ્યા છે.

 

આ પણ વાંચો : Video : ખરેખર ! ગેહલોતના મંત્રી રાજેન્દ્ર ગુડાએ એન્જિનિયરને કહ્યું “રસ્તો કેટરિના કૈફના ગાલ જેવો બનવો જોઈએ”, ગુડાનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો : હદ હૈ ! મેટ્રોમાં વંદાએ એવી ધમાલ કરી કે લોકોના છુટ્યા પરસેવા,Video જોઈ લોકોએ કહ્યુ ‘ગજબ’

Next Article