Viral Video: ડોગીએ પોતાના માલિક સાથે કરી ક્યૂટ મસ્તી, પ્રેન્ક વીડિયો જોઈ હસવું રોકી નહી શકો

|

Jun 18, 2022 | 12:38 PM

વફાદારીની બાબતમાં વિશ્વના તમામ પ્રાણીઓમાં કૂતરા સૌથી આગળ છે, પરંતુ તેઓ થોડા તોફાની પણ છે. ઘણી વખત તેઓ મસ્તીના મૂડમાં આવી જાય છે અને તેમના માલિક સાથે એવી મસ્તી કરે છે જે જોઈને હસવું આવી જતું હોય છે. હવે આ વીડિયો (Dog Video) જુઓ જે સામે આવ્યો છે

Viral Video: ડોગીએ પોતાના માલિક સાથે કરી ક્યૂટ મસ્તી, પ્રેન્ક વીડિયો જોઈ હસવું રોકી નહી શકો
Dog Funny Viral Video
Image Credit source: Twitter

Follow us on

સોશિયલ મીડિયા (Social Media)પર ઘણા ફની વીડિયો વાયરલ(Viral Video)થતા રહે છે. જેમાં ઘણી વખત એવી વસ્તુ વાયરલ થતી હોય છે જેને જોઈ તમને આશ્ચર્ય અને ક્યારેક હસવું આવે છે. જે યુઝર્સને ખૂબ જ પસંદ આવે છે. લોકો આ વીડિયોને માત્ર જોતા જ નથી પરંતુ તેને અન્ય લોકોને પણ શેર કરે છે જેથી તેઓ પણ તેનો આનંદ માણી શકે. આ જ કારણ છે કે થોડીક સેકન્ડના વીડિયોને પણ લાખો વ્યૂઝ મળે છે. આવો જ એક વીડિયો આજકાલ ચર્ચામાં છે. જેમાં એક ક્યૂટ ડોગ તેના માલિક સાથે મજાક કરતું જોવા મળે છે. આ જોયા પછી કોઈપણના ચહેરા પર સ્મિત આવી જશે.

એમાં કોઈ શંકા નથી કે કૂતરા મનુષ્યના શ્રેષ્ઠ મિત્રો છે. વાસ્તવમાં, આ પ્રાણી ખૂબ જ બુદ્ધિશાળી હોવાની સાથે સાથે વફાદાર પણ છે. તેમની અંદર વફાદારી અને સમજણનો ગુણ ભરેલો છે. વફાદારીની બાબતમાં વિશ્વના તમામ પ્રાણીઓમાં કૂતરા સૌથી આગળ છે, પરંતુ તેઓ થોડા તોફાની પણ છે. ઘણી વખત તેઓ મસ્તીના મૂડમાં આવી જાય છે અને તેમના માલિક સાથે એવી મસ્તી કરે છે જે જોઈને હસવું આવી જતું હોય છે. હવે આ વીડિયો જુઓ જે સામે આવ્યો છે જેમાં એક કૂતરો તેના માલિકને ડરાવવા માટે તેની મજાક કરતો જોવા મળે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે સુંદર કૂતરા દિવાલની પાછળ છુપાઈને તેમના માલિકની રાહ જોઈ રહ્યા છે. તેમનો માલિક તેમની સામે આવતા જ કૂતરો અચાનક બહાર આવી જાય છે અને તેમને ડરાવવાનો પ્રયાસ કરે છે. જે પછી કૂતરો થોડીવાર રોકાઈ જાય છે અને તેના માલિકની પ્રતિક્રિયાની રાહ જુએ છે. આગળ શું થયું તે વીડિયોમાં જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. થોડી વાર પછી બંને મસ્તીથી રમવા લાગે છે અને આ નજારો લોકોને મંત્રમુગ્ધ કરી દે છે.

આ ફની વીડિયોને ટ્વિટર પર @Yoda4ever નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખતા સુધીમાં 2 લાખ 11 હજારથી વધુ વ્યુઝ મળ્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ડોગીના આ સુપર ક્યૂટ એક્ટે મારો દિવસ બનાવી દીધો.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘આ માલિક પ્રત્યેનો સાચો પ્રેમ અને વફાદારી દર્શાવે છે.’

Next Article