Viral Video: -56 ડિગ્રી તાપમાને હરણના કર્યા એવા હાલ, વીડિયો જોઈ લોકો ચોંકી ગયા !

|

Dec 26, 2021 | 1:58 PM

આ વીડિયો કઝાકિસ્તાનનો જણાવવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે અહીં -56 ડિગ્રી તાપમાન છે. આ તીવ્ર ઠંડીના કારણે રસ્તાની બાજુમાં એક હરણ થીજી ગયું હતું.

Viral Video: -56 ડિગ્રી તાપમાને હરણના કર્યા એવા હાલ, વીડિયો જોઈ લોકો ચોંકી ગયા !
Frozen Deer Video Viral

Follow us on

આ લેખ વાંચતી વખતે તમે ઘરમાં બેસીને હૂંફનો આનંદ માણી રહ્યા હશો, અથવા તાપણા પાસે બેસીને ચાની ચૂસકી લેતા હશો. ખરેખર, આ દિવસોમાં ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. ત્યારે તહેવારની ઉજવણીનો સમય પણ ચાલી રહ્યો છે, કારણ કે નવા વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ઘણા લોકો પહાડો પર બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘટી રહેલા તાપમાનમાં પ્રાણીઓનું શું થાય છે? સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે માઈનસ 56 ડિગ્રી તાપમાનને કારણે એટલી ઠંડી હતી કે એક હરણ (Amazing Viral Videos)પણ થીજી ગયું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ વીડિયો કઝાકિસ્તાનનો જણાવવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે અહીં -56 ડિગ્રી તાપમાન છે. આટલી કડકડતી ઠંડીને કારણે એક હરણ રસ્તાની બાજુમાં ઉભું હતું. દૂરથી જોતાં એવું લાગે છે કે જાણે પૂતળું હોય. પરંતુ જ્યારે કેટલાક લોકો હરણને જોઈને નજીક આવ્યા ત્યારે તે અચાનક દોડવા લાગ્યું.

સ્થાનિક લોકોએ મદદ કરી

જોકે, થોડે દૂર દોડ્યા બાદ રસ્તાની વચ્ચે પહોંચતા જ તે ફરી થીજી ગયું. પછી એક માણસ તેને પકડે છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સ્થાનિક લોકોએ થીજી ગયેલા હરણને વારંવાર પકડીને તેના શરીર પરનો બરફ દૂર કર્યો જેથી તેને રાહત મળે! આ ક્લિપને ઈન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ memewalanews પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું – Frozen deer.

આપણે અવાર-નવાર સોશિયલ મીડિયા પર ઘણી પ્રકારના વીડિયો જોતા હોઈએ છીએ જેમાં કોઈક ફની વીડિયો હોય છે તો કોઈ એકદમ ભાવુક કરી દે તેવા હોય છે ત્યારે આ વીડિયો જોઈ લોકો પણ એવી પ્રાથના કરી રહ્યા હશે કે તે હરણના મોં અને શરીર પર લાગેલો બરફ હટી જાય અને તે સ્વસ્થ થઈ જાય. ત્યારે સ્થાનિકોની મદદથી હરણ પર લાગેલો બરફ કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Holidays 2022: નવા વર્ષમાં રજાઓ સાથે વીકએન્ડનો કોમ્બો મળી રહ્યો છે, તમે અહીં યાદી જોઈને રજાઓનો લાંબો પ્લાન બનાવી શકો છો

આ પણ વાંચો: Technology: WhatsApp પર આ રીતે ગાયબ કરી શકો છો તમારૂ નામ, ફોલો કરો આ સ્ટેપ

Next Article