Viral : ઈન્ટરનેટની દુનિયામાં આ પિતા-પુત્રીની જોડીએ મચાવી ધમાલ, ડાન્સ સ્ટેપ જોઈને યુઝર્સ દંગ રહી ગયા

|

Feb 03, 2022 | 4:28 PM

હાલ એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવ્યો છે. જેમાં પિતા-પૂત્રીની જોડી કમાલનો ડાન્સ કરતી જોવા મળે છે.

Viral : ઈન્ટરનેટની દુનિયામાં આ પિતા-પુત્રીની જોડીએ મચાવી ધમાલ, ડાન્સ સ્ટેપ જોઈને યુઝર્સ દંગ રહી ગયા
Dance video goes viral

Follow us on

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં આ દિવસોમાં ‘Kacha Badam’ સોંગ ખુબ ચર્ચામાં છે. દરેક સોશિયલ મીડિયા યુઝર્સ આ સોંગ પર ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતા જોવા મળે છે. મજાની વાત એ છે કે તે કોઈ પ્રખ્યાત ગાયક દ્વારા નહીં, પરંતુ પશ્ચિમ બંગાળના (West Bengal) બીરભૂમ જિલ્લાના વતની એવા મગફળી વેચનાર ભૂવન બદ્યાકર નામના વ્યક્તિએ ગાયુ છે. ત્યારે હાલમાં જ એક પિતા-પુત્રીએ આ સોંગ પર એવા ડાન્સ મૂવ્સ બતાવ્યા કે લોકો તેમના દિવાના થઈ ગયા. આ ડાન્સ વીડિયો (Dance Video) યુઝર્સેને ખુબ પસંદ આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ભુવન બદ્યાકરનું આ સોંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. હાલ વિદેશની એક પિતા-પુત્રીની જોડીએ આ સોંગ પર તેમના આકર્ષક ડાન્સ મૂવ્સથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ મજેદાર વીડિયો પાબ્લો અને વેરોનિકાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ pabloeveronica01 પરથી શેર કર્યો છે, જેમાં તે ‘Kacha Badam’ સોંગ પર ડાન્સ કરતા જોવા મળે છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘લવ ઈન્ડિયન ટ્રેન્ડ.’ આ વીડિયોને 78 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

જુઓ વીડિયો

ડાન્સ વીડિયો થયો વાયરલ

વાયરલ થયેલા વિડીયોમાં તમે પિતા-પુત્રીને વોશરૂમમાં અરીસાની સામે ઉભા રહીને ‘Kacha Badam’ સોંગ પર જબરદસ્ત ડાન્સ મૂવ્સ કરતા જોઈ શકો છો. આ બંનેને જોઈને તમને એવું નહીં લાગે કે તેઓ કોઈ બીજા દેશના છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપવાનું શરૂ કરી દીધુ છે. લોકો આ પિતા-પુત્રીની જોડીને કમાલની ગણાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, લારી પર મગફળી વેચનાર ભુવનનો કાચા બદામ સોંગ નો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. તેને ખબર ન હતી કે તે રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની જશે. ભુવન કહે છે કે એકવાર એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેના ગીતના વખાણ કર્યા પછી તેને ખબર પડી કે તેનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

આ પણ વાંચો : Jugaad : કાકાએ જુગાડ લગાવીને બનાવી ગજબની સાઈકલ, વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

Next Article