FASTag Refund: ટોલ પર FASTagથી બે વાર પૈસા કપાયા? જાણો રિફંડ મેળવવાની સંપૂર્ણ રીત

Fastag Lane પર વાહન ચલાવીને બાર કોડ સ્કેન થઈ તરત જ ઓટોમેટિક ટોલના પૈસા FASTagમાંથી કપાય જાય છે અને ત્યાં રહેલી ફાટક આપ મેળે ખૂલી જાય છે અને કોઈ પણ જાતનો ખોટો સમય વેડફયા વગર ટોલ પ્લાઝાને પાર કરી જઈએ છીએ.

FASTag Refund: ટોલ પર FASTagથી બે વાર પૈસા કપાયા? જાણો રિફંડ મેળવવાની સંપૂર્ણ રીત
FASTag Refund : ટોલ પર FASTag થી બે વાર પૈસા કપાયા ? જાણો રિફંડ મેળવવાની સંપૂર્ણ રીત
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jun 03, 2021 | 8:15 PM

FASTag Refund: દેશભરના મોટાભાગના ટોલનાકા પર લાગતી લાંબી લાંબી લાઈનોથી લગભગ છુટકારો મળી ગયો છે. કારણે કે કેન્દ્ર સરકારે હાઈ વે પરના તમામ ટોલનાકા પર FASATag ફરજિયાત કરી નાખ્યું છે. આ તેવી પ્રણાલી છે કે અહિયાં વાહન ચાલકે પોતાનું વાહન ઊભું નથી રાખવું પડતું.

Fastag Lane પર વાહન ચલાવીને બાર કોડ સ્કેન થઈ તરત જ ઓટોમેટિક ટોલના પૈસા FASTagમાંથી કપાય જાય છે અને ત્યાં રહેલી ફાટક આપ મેળે ખૂલી જાય છે અને કોઈ પણ જાતનો ખોટો સમય વેડફયા વગર ટોલ પ્લાઝાને પાર કરી જઈએ છીએ. આ FASTag આપણાં બેન્ક ખાતા અથવા તો PAYtmથી જોડાયેલુ હોય છે. જેમાંથી આ પૈસા ચૂકવાતા હોય છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ સુવિધા ચાલુ થયે ઈંધણ અને સમયની બચત જેવી સુવિધાઓ લોકોને મળી, પરંતુ સાથે સાથે લોકોને અમુક સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ટોલ પ્લાઝા પસાર કરતી વખતે ફાસ્ટેગ દ્વારા કરવામાં આવતી ચૂકવણીમાં લોકોને Transaction સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને આપને ધ્યાન રહેવું જોઈએ કે આ સંબંધીત ફરિયાદ માટે કોનો સંપર્ક કરવો જોઈએ? જેની તમામ જાણકારી અમે અહીં આપને આપવા જઈ રહ્યા છીએ.

મોટાભાગના લોકોને સૌથી વધુ પરેશાન કરતો એક સામાન્ય સવાલ કે જો ટોલ પ્લાઝા પર ફાસ્ટેગથી બે વાર પૈસા કપાય જાય તો શું કરવું? આ સમસ્યા થવી સામાન્ય છે. જેને લઈને ભારતીય રાષ્ટ્રીય ભૂગતાન નિગમ (National payments corporation of India, NPCI)એ જણાવ્યુ કે જો ડબલ ચાર્જ કપાયો હોય તો જે તે બેન્કનો સંપર્ક કરવો પડશે. ધારો કે તમારું FASTag, SBI બેન્કથી ખરીદેલું છે તો આપને તે બેન્કના કસ્ટમર કેર પર વાત કરવી પડશે અને તમારા ફાસ્ટેગથી બે વાર પૈસા કપાયાની ફરિયાદ કરવી પડશે.

બેન્ક તમારી ફરિયાદને લઈ લેશે અને જરૂરી તપાસ બાદ તમારા ફાસ્ટેગમાં તમારા બીજી વાર કપાયેલા પૈસા પરત જમા કરાવી દેવામાં આવશે અને જો નિશ્ચિત સમયમાં આપને તે પૈસા પરત નથી મળતા તો તરત જ આ બાબતની ફરિયાદ આપના બેન્કના કસ્ટમર કેરમાં કરવી જોઈએ.

FASTag ટ્રાન્ઝેક્શનમાં કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે?

સૌથી પહેલા એ જાણવાનો પ્રયાસ કરીએ કે કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અહીં આપને મોટાભાગે જોવા મળતી સમસ્યાઓ જણાવવા જઈ રહ્યા છીએ અને તેને સબંધી ફરિયાદ પણ ક્યાં અને કેવી રીતે કરવી તે પણ અમે અહીં જણાવીશુ.

1  કોઈ પણ ફાસ્ટેગ લેનમાં એક વાર ક્રોસ કરવાથી પણ બે વાર પૈસા કપાય છે.

2  ઘણી વાર એવું થાય છે કે ફાસ્ટેગથી પૈસા નથી કપાતા તો આપ રોકડેથી ટોલ ચૂકવો છો અને ત્યારબાદ થોડી જ વારમાં ફાસ્ટેગનો મેસેજ આવે છે કે પૈસા કપાયા છે. આવી સ્થિતિમાં તમારે બે વાર પૈસા ભરવા પડે છે.

3  ક્યારેક તેવું પણ બને છે કે તમારા વાહનને લાગુ પડતાં ચાર્જ કરતાં વધુ ચાર્જ કપાય જાય છે.

24 કલાક દરમ્યાન જો રિટર્ન થઈ જઈએ છીએ તો પરત ફરતી વખતે ચાર્જ નથી વસૂલવામાં આવતો છતાં પણ પૈસા કપાય જાય છે.

5  એવું પણ બને છે કે પાસ હોવા છતાં અથવા તો કોઈ છૂટ મળ્યા બાદ પણ ફાસ્ટેગથી પૈસા કપાય જાતા હોય છે.

આટલી બાબતોનું રાખો ધ્યાન

ફાસ્ટેગ સંબંધી ફરિયાદો માટે તમારે આટલી બાબતોનું પહેલાથી જ ધ્યાન રાખવું પડશે. સૌ પ્રથમ તો ફાસ્ટેગ સંબંધી Trasnaction Id અથવા તો Refrence number સાચવીને રાખવા પડશે. શક્ય હોય તો ફાસ્ટેગમાંથી કપાયેલા પૈસાના ફોન પર આવેલા મેસેજનો સ્ક્રીન શૉટ પણ લઈ લેવો અને જો ફાસ્ટેગ પર પેમેન્ટ ન થયું હોય અને રોકડેથી ચુકવણી કરી હોય તો તેની રિસિપ્ટની સ્કેન કોપી પણ રાખવી જરૂરી છે.

કઈ રીતે કરશો ફરિયાદ?

આપને જણાવી દઈએ કે ફાસ્ટેગ સબંધિત વ્યવહાર માટેની ફરિયાદ કરવા માટે તમારી પાસે બે રીત છે. પહેલું એ કે તમે જે બેન્ક કે પેટીએમથી ફાસ્ટેગની ખરીદી કરી છે તેના ઓફિશિયલ કસ્ટમર કેર નંબર પર ફરિયાદ કરી શકશો. જ્યાં કસ્ટમર કેર એક્સિક્યુટિવ તમારી સમસ્યાનું સમાધાન કરશે અને તમને તેના સબંધી સંપૂર્ણ જાણકારી આપશે.

બીજી રીત, જેતે બેન્કના ફાસ્ટેગ પોર્ટલ કે જેમાં દરેક બેન્કે ફાસ્ટેગ અને તેના પેમેન્ટની લાગતી સમસ્યા સબંધિત એક અલગ પોર્ટલ બનાવવામાં આવું છે. જ્યાં આપને તમારા ફાસ્ટેગ વ્યવહારની તમામ પ્રકારની જાણકારી મળી રહેશે.

પહેલી રીત FASTag Refund: Twice deducted from FASTag on toll? Learn the perfect way to get a refund

FASTag Refund: Twice deducted from FASTag on toll? Learn the perfect way to get a refund

બીજી રીત

બીજી રીતમાં બેન્કોના ફાસ્ટેગ પોર્ટલ દ્વારા ફરિયાદ કરવાની હોય છે. PAYtm એપમાં પણ એક ખાસ ફાસ્ટેગ માટે અલગ વ્યવસ્થા છે. ફાસ્ટેગ પોર્ટલ પર પણ OTP દ્વારા રજીસ્ટર કરવું પડશે. અહીં આપને યુઝર આઈડી અને પાસવર્ડ સેટ કરવો પડશે. આ પોર્ટલ પર આપના ફાસ્ટેગ સાથે જોડાયેલી ઘણી બધી જાણકારી હશે.

કેટલું બેલેન્સ છે, છેલ્લું ટ્રાન્સેક્શન ક્યાં અને ક્યારે થયુ ? જેવી તમામ જાણકારી અહીં ઉપલબ્ધ હશે. દરેક પોર્ટલ પર ફરિયાદ માટેનું અલગ સેક્શન હોય છે અને જો  પોર્ટલ પર અલગથી ફરિયાદની વ્યવસ્થા નહીં હોય તો તેમાં Transactions પર ક્લિક કરવાથી આ વિકલ્પ મળી જશે. આપની ફરિયાદ જેવી દાખલ થશે તેવો જ એક આપના નંબર પર મેસેજ આવશે. દરેક પોર્ટલ/બેન્કને ફરિયાદને એક ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોય છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">