Fact Check: જો તમને પણ RBIનો 4.62 કરોડ રૂપિયા મળવાનો ઈમેઈલ મળ્યો હોય તો આ લેખ ખાસ વાંચી લેજો

|

May 16, 2022 | 5:58 PM

કેન્દ્રીય બેંકે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેણે લોકોને કોઈપણ પ્રકારની છેતરપિંડી અને કૌભાંડમાં ન પડવા માટે પણ કહ્યું છે, જે ભારતીય રિઝર્વ બેંકના કર્મચારીઓનો વેશ ધારણ કરીને લોકો કરી શકે છે.

Fact Check: જો તમને પણ RBIનો 4.62 કરોડ રૂપિયા મળવાનો ઈમેઈલ મળ્યો હોય તો આ લેખ ખાસ વાંચી લેજો
Reserve Bank of India
Image Credit source: File Image

Follow us on

શું તમને RBI તરફથી એક ઈમેઈલ મળ્યો છે, જેમાં સેન્ટ્રલ બેંકે (Central Bank) તમને 12,500 રૂપિયાની ચુકવણી કરવા પર 4.62 કરોડ રૂપિયાની ઓફર કરી છે. જો હા, તો અમે તમને જણાવી દઈએ કે આ ઈમેઈલ સંપૂર્ણપણે નકલી અને ખોટો (Fake) છે. બિલકુલ માનશો નહીં. આ તમારી સાથે છેતરપિંડીનું (Fraud) સાધન બની શકે છે. તેથી તેનાથી દૂર રહો. આવા ઈમેઈલનો જવાબ આપશો નહીં. PIB ફેક્ટ ચેકે આ માહિતી આપી છે.
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કર્યું કે આરબીઆઈના નામે મોકલવામાં આવેલ ઈમેઈલમાં 12,500 રૂપિયાની ચુકવણી પર 4.62 કરોડ રૂપિયા રજૂ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. તેણે કહ્યું કે આ ઈમેઈલ નકલી છે. તેમણે કહ્યું કે આરબીઆઈ અંગત માહિતી માગતા ઈમેઈલ મોકલતી નથી.

આ નકલી ઈમેઈલ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ કહ્યું કે તે ક્યારેય કોઈ અજાણ્યા ફોન નંબર અથવા ઈમેઈલ દ્વારા કોઈ વ્યક્તિનો સંપર્ક કરતી નથી. તેણે કહ્યું કે તે કોઈ વ્યક્તિને આવા પૈસા કે અન્ય કોઈપણ પ્રકારની અંગત માહિતી માંગતો નથી. રિઝર્વ બેંકે કહ્યું કે તે વ્યક્તિને પૈસા કે વિદેશી ચલણ કે અન્ય પ્રકારનું ફંડ આપતી નથી કે કોઈ વ્યક્તિના નામે ખાતું ખોલાવતી નથી.

લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું

કેન્દ્રીય બેંકે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેણે લોકોને કોઈપણ પ્રકારની છેતરપિંડી અને કૌભાંડમાં ન પડવા માટે પણ કહ્યું છે, જે ભારતીય રિઝર્વ બેંકના કર્મચારીઓનો વેશ ધારણ કરીને લોકો કરી શકે છે.

રિઝર્વ બેંકે કહ્યું છે કે તે કોઈપણ વ્યક્તિનું કોઈ ખાતું જાળવતું નથી. આ સિવાય તેમણે કહ્યું કે આરબીઆઈ ઓફિસર તરીકે આવતા ગુનેગારોથી સાવધાન રહો. આ સિવાય આરબીઆઈ તરફથી કોઈ પણ વ્યક્તિ લોટરી કે વિદેશમાંથી ફંડ મેળવવા અંગે લોકોને ફોન કરતું નથી. આરબીઆઈ લોટરી ફંડ આપવા અંગે કોઈ ઈમેઈલ મોકલતી નથી. RBI આ સંબંધમાં કોઈ SMS કે પત્ર કે ઈમેઈલ મોકલતુ નથી.

કેન્દ્રીય બેંકે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકની એકમાત્ર સત્તાવાર અને સાચી વેબસાઈટ www.rbi.org.in છે અને લોકોએ કાળજી લેવી જોઈએ અને સમાન સરનામાંવાળી નકલી વેબસાઈટ દ્વારા ગેરમાર્ગે દોરવામાં ન આવે. તેમણે કહ્યું કે આવી છેતરપિંડી અંગે સ્થાનિક પોલીસ અથવા સાયબર ક્રાઈમ ઓથોરિટીને માહિતી આપવી જોઈએ.

Next Article