Viral : બે માથાવાળો કાચબો બન્યો ચર્ચાનો વિષય, લોકો ગણાવી રહ્યા છે “ચમત્કાર”

|

Oct 14, 2021 | 12:45 PM

ઈંગ્લેન્ડના વાઇલ્ડ લાઇફ સેન્ટરના બે માથાવાળા કાચબાની તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.આ અનોખો કાચબો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Viral : બે માથાવાળો કાચબો બન્યો ચર્ચાનો વિષય, લોકો ગણાવી રહ્યા છે ચમત્કાર
two headed turtles Photo viral on social media

Follow us on

Viral Photos : અત્યાર સુધી તમે એક શરીરમાં બે માથા હોય તેના વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય પ્રાણીઓ કે જીવજંતુઓ વિશે સાંભળ્યુ છે, કે જેમને બે માથા હોય. તાજેતરમાં એક અનોખા કાચબાની તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે.આ કાચબાના બે માથા જોઈને લોકોને ઘણુ આશ્વર્ય થઈ રહ્યુ છે.તો કેટલાક લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યા છે.

ઈન્ટરનેટ પર છવાયો આ કાચબો !

ઈંગ્લેન્ડના વાઈલ્ડ લાઈફ સેન્ટરની કેપ કોડ શાખાએ ફેસબુક પોસ્ટ (Facebook Post) દ્વારા આ માહિતી આપી હતી.તેમણે જણાવ્યુ હતુ કે, એક શરીરમાં બે જોડિયા કાચબાએ જન્મ લીધો છે.સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, બેબી ટર્ટલ. ડાયમંડબેક ટેરાપીન્સ. આ એક દુર્લભ સ્થિતિ છે, જે સરળતાથી જોઈ શકાતી નથી. આ સ્થિતિમાં જીવ ખૂબ લાંબા સમય સુધી ટકી શકતા નથી. અથવા તેમનો વિકાસ યોગ્ય રીતે થતો નથી, પરંતુ નવાઈની વાત તો એ છે કે આ બંને ઝડપથી વિકસી રહ્યા છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

જુઓ તસવીર

બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે

ફેસબુક પોસ્ટ મુજબ, આ બાળ કાચબાનો જન્મ બાર્નસ્ટેબલ ખાતે થયો હતો. વાઇલ્ડ લાઇફ સેન્ટરના(Wild Life Center) લોકો બે સપ્તાહથી વધુ સમયથી આ કાચબાઓની સંભાળ રાખી રહ્યા છે. તેઓ ખૂબ જ સક્રિય અને સચેત છે. વાઇલ્ડ લાઇફ સેન્ટરના લોકો આ કાચબા પર સંશોધન (Research) કરી રહ્યા છે. તેનો એક્સ-રે કરવામાં આવ્યો હતો, તેમાં જાણવા મળ્યું કે તેના શરીરમાં બે કરોડરજ્જુ છે અને આ કાચબાને ત્રણ પગ છે. બંને કાચબા ખાઈ રહ્યા છે અને ખોરાક પચાવી રહ્યા છે. જો કે, તેમના વિશે હજુ સંશોધન ચાલી રહ્યું છે.

 

આ પણ વાંચો : Coal Crisis in India : કોલસાને લઇને પણ ટ્રેન્ડમાં આવ્યો શાહરુખ ખાન, લોકોએ શેયર કર્યા ફની મીમ્સ

આ પણ વાંચો : Viral Video : ગુસ્સે થયેલા હાથીએ હવામાં ઉછાળી દીધી કાર, વીડિયો જોઇ તમે પણ ચોંકી જશો

Next Article