AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Easter Day 2022 : ઇસ્ટર ડે ની શુભેચ્છા, જાણો શા માટે ઉજવવામાં આવે છે ? આ તહેવારનું શું છે મહત્વ ?

Easter Day 2022: આજે ઇસ્ટરનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર ખ્રિસ્તીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે તમે તમારા મિત્રો અને પ્રિયજનોને આ શુભેચ્છાઓ મોકલી શકો છો.

Easter Day 2022 : ઇસ્ટર ડે ની શુભેચ્છા, જાણો શા માટે ઉજવવામાં આવે છે ? આ તહેવારનું શું છે મહત્વ ?
Happy-Easter-Day (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 10:52 AM
Share

Easter Day 2022: ગુડ ફ્રાઈડેના (Good Friday)બે દિવસ પછી સમગ્ર વિશ્વમાં ઈસ્ટરનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઇસ્ટરના દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તનું (Jesus Christ) પુનરુત્થાન થયું હતું. આ કારણથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ પ્રસંગને ઈસ્ટર સન્ડે (Easter Sunday) તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિસમસ પછી ઈસ્ટર એ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે ઘરો અને ચર્ચોમાં પ્રાર્થના સભાઓ યોજાય છે, જેમાં ભગવાનનો મહિમા સમજાવવામાં આવે છે.

આજે 17મી એપ્રિલે ઈસ્ટર ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ખ્રિસ્તીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્ત તેમના મૃત્યુ પછી ફરીથી સજીવન થયા હતા. એ દિવસે રવિવાર હતો. તેથી, આ દિવસને ઇસ્ટર સન્ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ચર્ચમાં જાય છે. પ્રાર્થના બાઇબલ વાંચે છે અને ઉપવાસ રાખે. આ દિવસે ભેટમાં શણગારેલા રંગબેરંગી ઇંડા એકબીજાને આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઇંડા સારા દિવસોની નિશાની છે. લોકો આ દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્ત પ્રત્યે આદર અને શ્રદ્ધા સાથે અસંખ્ય મીણબત્તીઓ પ્રગટાવે છે. આ દિવસે લોકો એકબીજાને આ દિવસે શુભેચ્છા પાઠવે છે.

ઇસ્ટર ઇંડા શું છે?

ઇસ્ટર સન્ડે (Easter Day 2022) ઉજવણીમાં, ઇસ્ટર ઇંડાનો ઉપયોગ ખાલી કબરને પ્રતીક કરવા માટે કરવામાં આવે છે જેમાં ઇસુને ક્રોસ પર લટકીવ્યા પછી દફનાવવામાં આવ્યા હતા અને ઇસ્ટર ઇંડાને આ ઘટના સાથે જાડવામાં આવી છે, ઇંડાને તોડવું ઇસુના પુનરુત્થાનનું પ્રતીક માનવામાં આવે છે. જોકે હવે ઇસ્ટર ઇંડા ચોકલેટ ઇંડા, કાગળ, લાકડા અને સુશોભિત ઇંડા, પ્લાસ્ટિક ઇંડા વગેરેમાંથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે, ઇસ્ટર ઇંડા મૂળભૂત રીતે સુશોભિત ઇંડા છે. ઈસ્ટર પર ઈંડા ખાસ ખાવાનું ખાસ મહત્વ છે.

આ પણ વાંચો :Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણીને લઇ હવે આહિર સમાજ પણ મેદાને, આહિર સમાજને ટિકિટ આપવા માગ

આ પણ વાંચો :દગાખોર ચીનની ચાલબાજી LAC પાસે ત્રણ મોબાઈલ ટાવર લગાવ્યા, સ્થાનિક કાઉન્સિલરે શેર કર્યા ફોટા

g clip-path="url(#clip0_868_265)">