Car Race Shocking Video : કાર ક્યારેય હવામાં ઉડી શકતી નથી, એવું લાગે છે કે કોઈએ ડ્રાઈવરને બતાવ્યું નથી કે તે કાર છે, રોકેટ નથી…આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક ક્લિપ જોઈને નેટિઝન્સના મોઢામાંથી કંઈક આવી જ વાત નીકળી રહી છે અને આવી વાતો બોલે પણ કેમ નહી, વીડિયો જ કંઈક આવો છે. આવું દ્રશ્ય તમે પહેલા ભાગ્યે જ જોયું હશે. બન્યું એવું કે કાર રેસિંગ દરમિયાન રસ્તા પર દોડતી વખતે એક કાર હવામાં ઉડે છે તો ભાઈ આ વીડિયો તમે જ જોઈ લો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રેસ પહેલા બે કાર સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પાર્ક કરવામાં આવી છે. સિગ્નલ મળતાની સાથે જ બંને તેજ ગતિએ રોડ પર દોડે છે. પરંતુ ત્યારે જ વીડિયોમાં કંઈક એવું બને છે, જેને જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. લાલ રંગની કારમાં બેઠેલો માણસ એટલી ઝડપથી કાર ચલાવે છે કે કાર બેકાબૂ બનીને રોકેટની જેમ હવામાં ઉડી જાય છે. જો કે, આ માત્ર થોડીક સેકંડ સુધી ચાલે છે. વીડિયો જોયા પછી તમને એવું લાગશે કે જાણે કાર હવામાં ઉડી ગઈ હોય.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પર shellbyclub નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલી થોડીક સેકન્ડની આ ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અત્યાર સુધીમાં 18.7 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે, જ્યારે ઘણા યુઝર્સ આશ્ચર્યજનક કોમેન્ટ્સ કરી રહ્યા છે.
કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, કાર હવામાં કેવી રીતે ઉડી ભાઈ. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું છે, લાગે છે કે ભાઈએ ચીટ કોડ એક્ટિવેટ કર્યો હશે. અન્ય યુઝરે લખ્યું છે કે, કોઈ મને કહો દો કે આ ખોટું છે. એકંદરે આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે.