Viral Video : મસ્તીના મૂડમાં બતકોએ કર્યુ કંઈક આવુ, ઈન્ટરનેટ પર મજેદાર વીડિયો થયો વાયરલ

|

Jan 30, 2022 | 6:31 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક બતકોનો વીડિયો આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે.જેમાં બતક જે રીતે મસ્તી કરી રહ્યા છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Viral Video : મસ્તીના મૂડમાં બતકોએ કર્યુ કંઈક આવુ, ઈન્ટરનેટ પર મજેદાર વીડિયો થયો વાયરલ
Duck funny video goes viral

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ પક્ષી સંબધિત વીડિયો (Birds Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થઈ જાય છે, તો કેટલાક વીડિયોમાં પક્ષીઓની હરકત જોઈને લોકો પણ હસીને લોટ પોટ થઈ જાય છે તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં આ કાતિલ ઠંડીમાં પણ બતકો (Duck) મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે, આ મજેદાર વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

બતકોને મસ્તી ભારે પડી…!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેવો આ વ્યક્તિ ઘરનો દરવાજો ખોલે છે, કે તરત જ બતકો બહાર આવવા લાગે છે. બાદમાં તે મસ્તી કરતા જોવા મળે છે.પરંતુ જ્યારે ઠંડીનો પારો ચડ્યો કે તરત જ એકબાદ એક બતક ફરીથી ઘરમાં જવા લાગે છે. આ બતકોની હરકત જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો. આ મજેદાર વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એમ.વી. રાવ IAS અધિકારી દ્વારા શેર કરવામાં આવ્યો છે.સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, જ્યારે ખુબ ઠંડી પડે ત્યારે…..યુઝર્સ આ રમુજી વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, બતકોને ઠંડીમાં મસ્તી કરવી ભારે પડી.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,બતકો બાળકોની જેમ મસ્તી કરી રહ્યા છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા(Funny Comments)  આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : શિક્ષકે ગાવાનુ કહેતા આ ટેણિયાએ શરૂ કર્યા ફિલ્મી સોંગ, વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે

Next Article