OMG : કૂતરાએ બરફ પર કર્યું સ્કેટિંગ ! આ અદભુત સ્કિલ જોઈને યુઝર્સ મોઢામાં આંગળા નાખી ગયા

|

Dec 16, 2021 | 6:26 PM

આ દિવસોમાં એક કુતરાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ કુતરો જે રીતે બરફ પર સ્કેટિંગ કરી રહ્યો છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

OMG : કૂતરાએ બરફ પર કર્યું સ્કેટિંગ ! આ અદભુત સ્કિલ જોઈને યુઝર્સ મોઢામાં આંગળા નાખી ગયા
Dog video goes viral

Follow us on

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર પ્રાણીઓ સંબધિત વીડિયો (Animal Video) વાયરલ થતા જોવા મળે છે. જેમાં ક્યારેક પ્રાણીઓની હરકત જોઈને આંખો પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બને છે. તાજેતરમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. તમે અત્યાર સુધી માણસોને સ્કેટિંગ (Skating) કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કૂતરાને સ્કેટિંગ કરતા જોયા છે ? જી હા..તમને જાણીને આશ્વર્ય થશે પણ આવો જ એક કુતરાનો (dog) સ્કેટિંગ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થઈ રહ્યો છે.

કુતરાની સ્કેટિંગ સ્કિલ લોકોમાં ચર્ચાનો વિષય

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

45 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર દરેકના દિલ જીતી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં એક કૂતરો કેમેરા તરફ જોતો જોવા મળે છે. આ પછી, તે દોડીને બર્ફીલા જમીન પર પડેલા પ્લાસ્ટિકના બોર્ડ પર ઉભો રહે છે. પછી કોઈની મદદ વગર તે પ્લાસ્ટિકના બોર્ડ પર હાઈ સ્પીડથી સ્કેટિંગ કરવાનું શરૂ કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરો પડ્યા વિના આંખના પલકારામાં ઘણો આગળ નીકળી જાય છે. મજાની વાત તો એ છે કે સ્કેટિંગની મજા માણ્યા બાદ આ કૂતરો  મોંમાં તે પ્લાસ્ટિક બોર્ડ દબાવીને પાછો આવે છે.આ વીડિયો જોઈને યુઝર્સ(Users)  પણ દંગ રહી ગયા છે.

જુઓ વીડિયો

વીડિયો જોઈને લોકો આશ્વર્ય ચકિત થયા

આ વીડિયો જોયા પછી તમને પણ લાગશે કે કદાચ આ કૂતરાને આઈસ સ્કેટિંગની (Ice Skating) તાલીમ આપવામાં આવી છે. કારણ કે જે રીતે કૂતરો કોઈની મદદ વગર સ્કેટિંગ કરતો જોવા મળે છે તે ખરેખર આશ્ચર્યજનક છે.

કૂતરાનો આ ફની વીડિયો IPS દિપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘દુનિયાની ચિંતા કરવાનું છોડી દો, તમને જે ગમે છે તે કરવા લાગો, એક દિવસ તમારુ કામ આ દુનિયાને આશ્ચર્યચકિત કરી દેશે.’ આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો પોતાના રમુજી પ્રતિક્રિયા(Funny Comments)  આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : ભિખારીએ રેલ્વે સ્ટેશન પર કર્યો નોટોનો વરસાદ ! આ ધનવાન ભિખારી જોઈને લોકોના હોંશ ઉડી ગયા, જુઓ VIDEO

આ પણ વાંચો : OMG : કચરાથી ચમકી કિસ્મત ! સમુદ્ર કિનારેથી મળેલા મામુલી કચરાને કારણે આ મહિલા રાતોરાત બની કરોડપતિ

Published On - 6:25 pm, Thu, 16 December 21

Next Article