Video : રસ્તા પર દોડતા યુવાનને જોઈ બધા દોડવા લાગ્યા ! કારણ જાણીને તમને પણ હસવુ આવશે

|

Nov 14, 2021 | 4:54 PM

ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ ફની પ્રેન્ક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

Video : રસ્તા પર દોડતા યુવાનને જોઈ બધા દોડવા લાગ્યા ! કારણ જાણીને તમને પણ હસવુ આવશે
Funny Prank Video goes viral

Follow us on

Funny Video : Prank શબ્દ સાંભળતા જ તમારા મગજમાં અજીબો ગરીબ હરકતોનો વિચાર આવશે. સોશિયલ મીડિયા પર યુઝર્સને પ્રેન્ક વીડિયો ખુબ પસંદ આવે છે. આજકાલ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આવો જ એક પ્રેન્ક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને યુઝર્સ ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ તમે પણ હસવાનુ કંટ્રોલ નહિ કરી શકો.

સોશિયલ મીડિયા પર સામે આવેલા પ્રેન્ક વીડિયોમાં (Prank Video) બે બાઇક સવારો રસ્તા પર ક્યાંક જતા જોવા મળે છે. ત્યારે સામેથી એક છોકરો ડરીને ભાગતો દેખાય છે. બેકગ્રાઉન્ડમાં જોરથી ભસતા ઘણા કૂતરાઓનો અવાજ સંભળાય છે. પછી તો આ કૂતરાઓના ડરને કારણે બાઇક સવારો પણ નીચે ઉતરીને તરત જ દોડવા લાગે છે. તેમાંથી એક તો ડરનો માર્યો છત પર ચડી જાય છે. આ પછી જે દ્રશ્ય સામે આવે છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જુઓ વીડિયો

પ્રેન્ક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, જ્યારે કૂતરાના ભસવાનો અવાજ સાંભળીને લોકો અહીં-ત્યાં દોડી રહ્યા હતા, તે જ સમયે એક વ્યક્તિ નાના કૂતરા સાથે ત્યાંથી પસાર થાય છે. મજાની વાત એ છે કે તેના હાથમાં એક મોટું સ્પીકર (Speaker) છે, જેમાંથી કૂતરાના ભસવાનો અવાજ આવી રહ્યો છે.

આ રમુજી વીડિયો ઈન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 14 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. યુઝર્સ આ રમુજી વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે (User) લખ્યુ, પછી એ સ્પીકર વાળા ભાઈને કેટલો માર પડ્યો ? જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, ધાર્યો સિંહને નીકળ્યો ઉંદર. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : એ..એ…એ…..ધડામ ! ટ્રોલી અથડાઈ અને શરૂ થઈ સ્ટ્રીટ લાઈટ, આ જુગાડ જોઈને લોકો હેરાન રહી ગયા

આ પણ વાંચો : સિધ્ધાંતવાદી ચોર ! ચોરી કરતા પહેલા ચોરે મંદિરમાં કર્યા દર્શન, આ અનોખી ચોરીનો વીડિયો થયો વાયરલ

Published On - 4:51 pm, Sun, 14 November 21

Next Article