Video : એ..એ…એ…..ધડામ ! ટ્રોલી અથડાઈ અને શરૂ થઈ સ્ટ્રીટ લાઈટ, આ જુગાડ જોઈને લોકો હેરાન રહી ગયા

સોશિયલ મીડિયા પર આજકાલ એક રમુજી વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા જે જુગાડ કરે છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : એ..એ...એ.....ધડામ ! ટ્રોલી અથડાઈ અને શરૂ થઈ સ્ટ્રીટ લાઈટ, આ જુગાડ જોઈને લોકો હેરાન રહી ગયા
Funny Video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 3:07 PM

Funny Video : સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય તે કહી શકાય નહી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયો જોઈને ખુબ આશ્વર્ય થાય છે. જ્યારે કેટલાક રમુજી વીડિયો જોઈને લોકો હસીને લોટ પોટ થઈ જતા હોય છે. આજકાલ આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રોલી અચાનક ઈલેક્ટ્રિક પોલ (Electronic Pole) સાથે અથડાય છે, જેમાં નવાઈની વાત એ છે કે પોલ સાથે અથડાતા જ સ્ટ્રીટ લાઈટ શરૂ થઈ જાય છે. આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો ટ્રોલીને ધક્કો મારે છે, પરંતુ બેલેેન્સ ગુમાવતા ટ્રોલી ઈલેક્ટ્રિક પોલ સાથે અથડાય છે અને સ્ટ્રીટ લાઈટ (Street Light) શરૂ થઈ જાય છે. જો કે આ ઘટનામાં કોઈ જાન માલનું નુકશાન થયુ નથી. યુઝર્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @DRGulati80 નામના યુઝરે શેર કર્યો છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘કોઈ જાનહાનિ નથી થઈ…. પરંતુ બીજો બલ્બ ચાલુ થયો. આ વીડિયોને અત્યાર સુધીમાં 32 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા (Comments) આપતા લખ્યુ કે, લાઈટ શરૂ કરવા માટે માત્ર ભારતના લોકો જ આ કરી શકે, જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ તકનીક દેશની બહાર ન જવી જોઈએ. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Video : ખભા પર DJ લટકાવીને માંડવે પહોંચ્યા જાનૈયા ! આ જુગાડ જોઈને લોકોએ કહ્યુ ” લગ્નમાં NO COMPROMISE “

આ પણ વાંચો: સિધ્ધાંતવાદી ચોર ! ચોરી કરતા પહેલા ચોરે મંદિરમાં કર્યા દર્શન, આ અનોખી ચોરીનો વીડિયો થયો વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">