AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દર્શનનો ‘ત્રિવેણી’ સંગમ ! બીજે ક્યાંય નહીં થાય મા આશાપુરીની આવી ‘ત્રિમૂર્તિ’ના દર્શન !

નવસારી શહેરમાં દેવી આશાપુરીનું સુંદર મંદિર વિદ્યમાન છે. પણ, આ સ્થાનકની સૌથી મોટી વિશેષતા તો છે અહીં સર્જાયેલો દર્શનનો ‘ત્રિવેણી’ સંગમ ! અહીં એક જ શિલ્પમાં કંડારાયા છે ત્રણ રૂપ !

દર્શનનો ‘ત્રિવેણી’ સંગમ ! બીજે ક્યાંય નહીં થાય મા આશાપુરીની આવી ‘ત્રિમૂર્તિ'ના દર્શન !
આશા પૂર્ણ કરતા મા આશાપુરીનું દુર્લભ સ્વરૂપ
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 03, 2021 | 4:14 PM
Share

ભગવતી જગદંબા (JAGDAMBA) ભક્તોના વિવિધ કાર્યોને સિદ્ધ કરે છે. અને એ જ સિદ્ધિ અનુસાર નામ ધારણ કરી વિધ-વિધ નામે પૂજાય છે. આદ્યશક્તિનું એક આવું જ રૂપ, એટલે તેમનું ‘આશાપુરી’ સ્વરૂપ. મા શક્તિનું આ એ સ્વરૂપ છે કે જે સર્વની આશાઓને પરિપૂર્ણ કરે છે. ગુજરાતના નવસારી શહેરમાં દુધિયા તળાવની સમીપે દેવી આશાપુરીનું સુંદર મંદિર વિદ્યમાન છે. પણ, આ સ્થાનકની સૌથી મોટી વિશેષતા તો છે અહીં સર્જાયેલો દર્શનનો ‘ત્રિવેણી’ સંગમ !

લગભગ 400 વર્ષ પ્રાચીન આ સ્થાનકમાં મા આશાપુરીના અત્યંત દિવ્ય રૂપના દર્શન થઈ રહ્યા છે. તો, અહીં માતાની એક તરફ ગણેશજી અને બીજી તરફ ઋષિ માર્કેંડય પણ બિરાજમાન થયા છે. ઉલ્લેખનિય છે કે એ ઋષિ માર્કંડેય જ હતા કે જેમણે આદિશક્તિનો મહિમા ગાઈને તેમની કૃપાને પ્રાપ્ત કરી હતી. આમ તો ઘણાં મંદિરોમાં આ રીતે એક કરતાં વધુ પ્રતિમાઓના દર્શન થતાં હોય છે. પણ આ ‘ત્રિમૂર્તિ’નું રહસ્ય સૌ કોઈને દંગ કરી દેનારું છે.

મા આશાપુરીના સ્થાનકમાં દર્શન દેતી આ ‘ત્રિમૂર્તિ’ વાસ્તવમાં તો એક જ મૂર્તિનો ભાગ છે ! એટલે કે એક જ શિલ્પમાં કંડારાયેલા છે આ ત્રણ રૂપ ! સૌથી મહત્વની વાત તો એ છે કે આ પ્રતિમાઓ સ્વયંભૂ જ મળી આવી હતી. પ્રચલિત કથા અનુસાર મલ્હારરાવ ગાયકવાડ સરકારના સમયમાં માતાએ સ્વયં તેમના સ્વપ્નમાં આવી પોતે આ સ્થાન પર હોવાનો નિર્દેશ આપ્યો હતો. માતાના નિર્દેશ અનુસાર ખોદતા અલભ્ય ત્રિમૂર્તિનું પ્રાગટ્ય થયું. માતાએ સ્વપ્ન નિર્દેશ અનુસાર જ પ્રગટ થઈ મલ્હારરાવ ગાયકવાડની આશા પૂરી કરી, અને એટલે જ દેવી આશાપુરીના નામે અહીં પૂજાયા.

અનેક જીર્ણોદ્ધાર બાદ આજે નવસારીમાં માતાનું સુંદર મંદિર શોભાયમાન છે. પણ, સૌથી રોચક વાત એ છે કે આ મૂર્તિને ક્યારેય તેના સ્થાન પરથી ખસેડવામાં નથી આવતી. કારણ કે, માતા તે માટે મંજૂરી જ નથી દેતા ! ગુજરાતમાંથી તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે જ છે. પણ, સાથે જ વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ જ્યારે નવસારી આવે, ત્યારે મા આશાપુરીના આશીર્વાદ ચોક્કસ લે છે. આ સ્થાનકને લઈને એવી લોકવાયકા છે કે અહીં આસ્થા સાથે આવનારને ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવતો. ખાસ તો મા આશાપુરી નિઃસંતાનને સંતાનની પ્રાપ્તિ કરાવનારા મનાય છે.

એક જ સ્થાન પર ભક્તો શુભકર્તા દેવ વિનાયક, દીર્ઘ આયુષ્ય અર્પતા ઋષિ માર્કંડેય અને આશાઓને પૂર્ણ કરતા મા આશાપુરીના દર્શન કરી રહ્યા છે. અને સાથે જ તેમના અહીં હાજરાહજૂર હોવાની અનુભૂતિ પણ કરી રહ્યા છે. ત્યારે સ્થાનકની આ દિવ્યતા જ તો શ્રદ્ધાળુઓને વારંવાર મા આશાપુરીના મંદિરે ખેંચી લાવે છે.

આ પણ વાંચો સુરતનું વિશાળ પારદ શિવલિંગ ! કરાવશે અપાર ઐશ્વર્યની પ્રાપ્તિ !

Follow Us
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા
એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત
એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત
મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી
મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી
આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો
આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
g clip-path="url(#clip0_868_265)">