લો બોલો ! દીકરીએ કારમાં ભરાવી દીધી 6 હજાર રૂપિયાની પ્રીમિયમ હવા, જાણકારી મળતા જ પિતા થયા ગુસ્સાથી લાલ ઘુમ

જ્યારે એક પિતાને ખબર પડી કે તેની પુત્રીએ તેની કારના ટાયરમાં 6 હજારની હવા ભરી છે ત્યારે તેનું મગજ ચકરાઈ ગયું અને તે વિચારમાં પડી ગયા હતા. તમને જણાવી દઈએ કે દીકરીએ પોતે આ માહિતી તેના પિતાને આપી છે.

લો બોલો ! દીકરીએ કારમાં ભરાવી દીધી 6 હજાર રૂપિયાની પ્રીમિયમ હવા, જાણકારી મળતા જ પિતા થયા ગુસ્સાથી લાલ ઘુમ
spending 6 thousand rupees on new air for car

આજના સમય પ્રમાણે લોકોના જીવનમાં પૈસાનું (Money) ખૂબ મહત્વ છે. પહેલાના જમાનામાં લોકો પોતાનું તમામ કામ એક પૈસો ભેગા કરીને સારું કામ કરતા હતા અને બધી વસ્તુને મેનેજ કરતા હતા. પણ જો આપણે આજના સમયની વાત કરીએ તો લોકો પાસે પૈસાનું મહત્વ ઓછું છે.

તમે તમારી સગી આંખે જોયું હશે કે સાંભળ્યું હશે કે લોકો રેસ્ટોરાં અને ક્લબમાં હજારો ઉડાવી દે છે. હવે જે સમાચાર બહાર આવ્યા છે તે પણ પૈસાને લઈને જ છે. હકીકતમાં જ્યારે એક પિતાને ખબર પડી કે તેની પુત્રીએ તેની કારના ટાયરમાં (Car Tyre) 6 હજાર હવા (Air) ભરી છે ત્યારે તે વિચારમાં પડી ગયા હતા. તમને જણાવી દઈએ કે દીકરીએ પોતે આ માહિતી તેના પિતાને આપી છે.

તમને જણાવી દઈએ કે, સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ટિકટોક યુઝર Kerrimitchellxo તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના પિતા સાથેની વાતચીતનો સ્ક્રીન રેકોર્ડ શેર કર્યો છે. જે પછી તે વાયરલ થવા લાગ્યો છે. તેની પુત્રીએ તેના પિતા સાથે મજાક કરી અને તેને વોઇસ મેસેજ મોકલ્યો.

આ વોઇસ મેસેજમાં છોકરીએ પિતાને પૂછ્યું કે શું તેણે પોતાની કારના ટાયરમાં 6 હજાર રૂપિયાની હવા યોગ્ય દરે ભરી છે? આ સાંભળીને તેના પિતાનું મગજ ખરાબ થઇ ગયું હતું.

દીકરીએ 6 હજાર પ્રિમિયર હવા ભરાવી
ટિકટોક યુઝર Kerrimitchellxo ના પિતાએ જવાબ આપતા જણાવ્યું હતું કે, ‘6 હજારની હવા? શું તમારું મગજ બરાબર છે? શું તમે ખરેખર હવા માટે 6 હજાર રૂપિયા ચૂકવ્યા છે? આ પછી પુત્રીએ કહ્યું – મેં ટાયરમાં આલતુંફાલતુ હવા નથી ફરી પરંતુ પ્રીમિયમ હવા ભરી છે. પાછળના ટાયરમાં હવા નહોતી.

જ્યારે હું ગેરેજમાં ગઈ ત્યારે મને ત્યાં પ્રીમિયમ હવા માટે 6 હજાર ચૂકવવાનું કહેવામાં આવ્યું. દીકરીની વાત સાંભળીને તેનો ગુસ્સો ખૂબ જ વધી ગયો અને તેણે કહ્યું કે આ કઈ હવા છે જે પ્રીમિયમ છે.

આ પણ વાંચો : Aryan Khan Drug Case: પુણે પોલીસે આર્યન ડ્રગ કેસમાં એનસીબીના સાક્ષી કિરણ ગોસાઈ સામે લુકઆઉટ નોટિસ જારી કરી, આજે ફરી જામીન પર સુનાવણી

આ પણ વાંચો : પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સારા સ્વાસ્થય માટે PM મોદીએ કરી પ્રાર્થના, માંડવિયાએ રૂબરૂ પૂછ્યા ખબર અંતર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati