પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સારા સ્વાસ્થય માટે PM મોદીએ કરી પ્રાર્થના, માંડવિયાએ રૂબરૂ પૂછ્યા ખબર અંતર

આ દરમ્યાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા ડો. મનમોહન સિંહને મળવા AIIMS પહોચ્યા હતા

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સારા સ્વાસ્થય માટે PM મોદીએ કરી પ્રાર્થના, માંડવિયાએ રૂબરૂ પૂછ્યા ખબર અંતર
PM Narendra Modi- File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 11:38 AM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ (Ex PM Manmohan Singh) ના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, હું ડો મનમોહન સિંહજીના સારા સ્વાસ્થ્ય અને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

આ દરમ્યાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા ડો. મનમોહન સિંહને મળવા AIIMS પહોચ્યા હતા, આપણે જણાવી દઈએ કે ડો. મનમોહન સિંહને ગઈ કાલે દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની તબિયત મંગળવારે અચાનક બગડી પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની તબિયત મંગળવારે અચાનક બગડી ગઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને સતત છાતીમાં દબાણ રહેવાની ફરિયાદ હતી. તેમને તાત્કાલિક અસરથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના CN ટાવરમાં દાખલ કરવામા આવ્યાં છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. AIIMS ડો.મનમોહન સિંહની તપાસ માટે મેડિકલ બોર્ડ બનાવી રહી છે, જેનું નેતૃત્વ AIIMSના ડોક્ટર રણદીપ ગુલેરિયા કરશે.

મનમોહન સિંહ પણ આ વર્ષે 19 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હળવો તાવ આવ્યા બાદ તપાસમાં કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાને 4 માર્ચ અને 3 એપ્રિલે કોરોના રસીના બે ડોઝ લીધા હતા. ડો.મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલમાં રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. 2009 માં તેમણે AIIMS માં બાયપાસ સર્જરી કરાવી હતી.

ડો. મનમોહન સિંહ, જે ભારતના 14 મા વડાપ્રધાન હતા, તેઓ એક વિચારક અને વિદ્વાન તરીકે જાણીતા છે. તેમનો જન્મ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર 1932 ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1948 માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. તે પછી તેમણે યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ મેળવ્યું.

આ પણ વાંચો: IPL 2021: ધોની પાસે તૈયાર થયો, અને રાજસ્થાન થી કોલકાતા પહોચેલો રાહુલ ત્રિપાઠી 2021 ની સિઝનમાં ચમકી ઉઠ્યો

આ પણ વાંચો: Blackout in Kabul : કાબુલની વિજળી થઇ ગૂલ, તાલિબાનીઓને કારણે અફઘાનિસ્તાનમાં અંધારપટ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">