Viral Video: કૂતરાના માથામાં ફસાઈ ગઈ પ્લાસ્ટિકની બોટલ, પછી તો જોવા જેવી થઈ

|

Oct 07, 2021 | 8:37 PM

તાજેતરમાં એક કુતરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૂતરાના માથામાં પ્લાસ્ટિકની બોટલ ફસાઈ જાય છે. પછી જે થયુ તે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

Viral Video: કૂતરાના માથામાં ફસાઈ ગઈ પ્લાસ્ટિકની બોટલ, પછી તો જોવા જેવી થઈ
Dog Video viral on social media

Follow us on

Viral Video: સમગ્ર વિશ્વમાં હજુ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે માત્ર મનુષ્યો જ નહીં પણ પશુઓને પણ હાલાકી ભોગવવી પડે છે. ઘણીવાર તમે જોયું હશે કે ઘણી વખત પ્લાસ્ટિકની વસ્તુઓ પ્રાણીઓ (Animals) માટે સમસ્યા બની જાય છે. આવું જ કંઈક તાજેતરમાં જોવા મળ્યુ છે. જેમાં કુતરાનું માથુ પ્લાસ્ટિકની બોટલમાં ફસાયેલુ જોવા મળે છે. જો કે કેટલાક લોકો ઉદારતા બતાવીને આ કુતરાને બચાવે છે.

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

કુતરાએ તો ભારે કરી!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક સાઈકલ સવારો રોડ પરથી પસાર થાય છે અને તે આ ફસાયેલા કુતરાને જુએ છે. તેઓ તરત જ કુતરાની (Dog Rascue) પાસે આવે છે અને આ પ્લાસ્ટિકની બોટલ કાઢવાનો પ્રયત્ન કરે છે. જો કે સદનસીબે આ પ્લાસ્ટિકની બોટલ નીકળી જાય છે અને કુતરાનો જીવ બચી જાય છે. માથામાંથી પ્લાસ્ટિકની બોટલ નીકળતા જ કુતરાએ રાહતનો શ્વાસ લીધો.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર Mack & Becky Comedy દ્વારા શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે આ લોકો સમયસર ન પહોંચ્યા હોત તો ખબર નહીં આ કુતરાનું શું થાત…જ્યારે અન્ય યુઝર્સ પણ કુતારાનો જીવ બચાવનાર લોકોની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો : બાપ રે ! ઘોડી પર ચઢીને નોટ ઉડાડવાના ચક્કરમાં વરરાજાના થયા હાલ-બેહાલ, Video જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં

 

આ પણ વાંચો Video : પતિએ એવી મજાક કરી કે પત્નીનો ગુસ્સો સાત આસમાને, પછી પત્નીએ જે કર્યુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

Next Article