Viral Video: એવી તે કેવી ટેવ કે માલિકના આ કામ કર્યા વિના બિલાડી નથી જમતી, જુઓ ક્યૂટ વીડિયો

|

Oct 09, 2021 | 11:58 PM

બિલાડીનો (Cat) એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં (Social media) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એટલો સુંદર છે કે તેને ગણતરીના કલાકમાં લાખો લાઈક્સ મળી છે. આ વાયરલ વીડિયો તમારે પણ અચૂક જોવો જોઈએ.

Viral Video: એવી તે કેવી ટેવ કે માલિકના આ કામ કર્યા વિના બિલાડી નથી જમતી, જુઓ ક્યૂટ વીડિયો
cat video

Follow us on

સામાન્ય રીતે ઘણા લોકોને બિલાડીઓ (Cats) ખૂબ જ પસંદ હોય છે અને તેમને લાડ લડાવવાનું પણ ગમે છે. બિલાડીઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર જોવા મળે છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કેટલાક એટલા સુંદર છે કે લોકો તેમને વારંવાર જોવાનું પસંદ કરે છે. હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બિલાડીની ક્યૂટ હરકત દરેકનું દિલ જીતી રહી છે. અમે નિશ્ચિતપણે કહી શકીએ કે તમને પણ આ વીડિયો ખૂબ ગમશે.

 

વાયરલ થતી ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર જોવા મળી છે. આ વીડિયો uchigram.tokyo નામના યુઝરે શેર કર્યો છે. હવે ઈન્સ્ટા પેજ 9Gag પર શેર થયા બાદ આ વીડિયો ઘણો વાયરલ થઈ ગયો છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘જ્યાં સુધી તમે જમવાનું હાથમાં રાખશો નહીં ત્યાં સુધી આ બિલાડી નથી ખાતી’, આ વીડિયો દરેકને ખૂબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ રિએક્શન શેર કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

 

 

વીડિયોમાં જોઈ શકાય છે કે એક બિલાડી તેના માલિકની પાસે બેઠી છે અને તેનો માલિક તેને વાટકીમાં ખાવાનું કહે છે, પરંતુ તે બિલાડી પીછેહઠ કરે છે. તે બિલાડી ખૂબ ભૂખી છે પણ તે પોતાનો ખોરાક તે જ રીતે ખાવા માંગે છે જેમ તે હંમેશા ખાય છે. વીડિયોના અંતે જોઈ શકાય છે કે બિલાડીનો માલિક તેના હાથમાં ખોરાક રાખે છે અને પછી બિલાડી ખુશ થઈ જાય છે અને ખોરાક ખાય જાય છે.

 

 

આ વીડિયો લગભગ 12 કલાક પહેલા શેર કરવામાં આવ્યો છે. પોસ્ટ થયા પછી તેને એક મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે અને જોનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકોએ વીડિયો વિશે પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી છે. એક યુઝરે કમેન્ટ કરતી વખતે લખ્યું, ‘અત્યાર સુધીની સૌથી સુંદર વસ્તુ,’ બીજા યુઝરે લખ્યું, ‘આશ્ચર્યજનક છે … મારી બિલાડી મારી સાથે કંઈ કરવા માંગતી નથી’ આ સિવાય લોકોએ ઈમોજી શેર કર્યા છે.

 

આ પણ વાંચો :  તહેવારો દરમિયાન કોરોનાને રોકવા કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન, કેસના પોઝિટિવિટી રેટના આધારે મળશે છૂટછાટ

 

આ પણ વાંચો : H-1B Visa: ભારતીયોને મળશે મોટી રાહત, H-1B Visaને લઈને બાઈડન ભરવા જઈ રહ્યા છે મોટું પગલું

Next Article