Viral Video: ઠંડીથી ધ્રુજી રહ્યો હતો કાગડો, શખ્સે અનોખી રીતે કરી તેની મદદ
આ શાનદાર વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેના પર અત્યાર સુધીમાં 1 લાખ 20 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ત્યારે આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
કેટલાક લોકો માટે, ઠંડીનું વાતાવરણ વસંત લાવે છે, જ્યારે કેટલાક લોકોને આ ઋતુમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો માટે હિમવર્ષા એક સમસ્યા બની જાય છે, જ્યારે આ હિમવર્ષા તે સ્થળોની મુલાકાત લેનારા લોકોને ખુશ કરે છે.
ઠંડુ (Cold) હવામાન આખરે ઠંડી લાવે છે. તમે જોયું જ હશે કે ઠંડીની ઋતુમાં લોકો અગ્નિ પાસે બેસવાનું પસંદ કરે છે. તેનાથી શરીરમાં ગરમી આવે છે. આ વાત માત્ર માણસોને જ લાગુ પડતી નથી, પરંતુ પશુ-પક્ષીઓને પણ ઠંડી લાગે છે અને જો તેઓને પણ અગ્નિની નજીક બેસવાનો મોકો મળે તો તેઓ પણ તે ચુકતા નથી.
આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક વીડિયો ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. એક કાગડો ઠંડી અનુભવી રહ્યો હતો. તે આગની પાસે બેઠો હતો, પરંતુ તેમ છતાં તે ધ્રૂજતો હતો, ત્યારબાદ એક વ્યક્તિએ તેની મદદ કરી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાગડો કેવી રીતે ધ્રૂજી રહ્યો છે.
ત્યાં હાજર એક યુવકના ધ્યાનમાં આવતા તેણે તરત જ એક નાની ચાદર કાગડાને ઓઢાડી દીધી. આમાં આશ્ચર્યની વાત એ હતી કે કાગડો પણ ખૂબ જ શાંત રહે છે, જ્યારે સામાન્ય રીતે તે માણસના અવાજથી જ ઉડી જાય છે. ત્યારે ઠંડીના કારણે તે કાગડાને ત્યાં જ બેસી રહ્યો છે. લોકો આ વીડિયો (Amazing Viral Videos)ને ખૂબ પસંદ કરી રહ્યા છે.
This raven being covered up in a blanket by the fire.. 😊 pic.twitter.com/bu7H6vLgAb
— Buitengebieden (@buitengebieden_) January 1, 2022
આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) પર @buitengebieden_ નામથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ કાગડો ધાબળામાં ઢંકાઈ રહ્યો છે’. માત્ર 14 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 20 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે વીડિયોને 7 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે.
ઘણા લોકોએ આ વીડિયોને જોયા બાદ શાનદાર કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘સંભવતઃ આ ઈજાગ્રસ્ત બચાવાયેલ પક્ષી છે જેની કાળજી લેવામાં આવી રહી છે’, જ્યારે અન્ય એક યુઝરે પણ કંઈક આવી જ કમેન્ટ્સ કરી છે, ‘મને લાગે છે કે પક્ષી ઉડી શકતું નથી અને લોકો તેની કાળજી લઈ રહ્યા છે. જ્યાં સુધી હું કાગડાઓ વિશે જાણું છું, તેઓ સંવેદનશીલ અને બુદ્ધિશાળી હોય છે.
આ પણ વાંચો: Success Story: બોંસાઈ પ્રેમી બિઝનેસમેને 1000 છોડથી બનાવી નર્સરી, હવે વર્ષે કમાય છે 50 લાખ રૂપિયા
આ પણ વાંચો: Viral: આનંદ મહિન્દ્રાએ હૃદય સ્પર્શી આ તસવીરને ગણાવી 2021ની સૌથી શ્રેષ્ઠ તસવીર