‘આખરે તે દિવસ આવી ગયો’… કોવિડ-19 કોલર ટ્યુન ટૂંક સમયમાં દૂર કરવાના આનંદમાં ટ્વિટર પર મીમ્સનું પૂર

'આખરે તે દિવસ આવી ગયો'... કોવિડ-19 કોલર ટ્યુન ટૂંક સમયમાં દૂર કરવાના આનંદમાં ટ્વિટર પર મીમ્સનું પૂર
covid 19 caller tune Funny Memes Viral

સરકારના નિર્દેશ પર ટેલિકોમ ઓપરેટર આ પ્રી-કોલ ઑડિયોને (covid 19 caller tune) સંભળાવે છે. પીટીઆઈથી એવા સમાચાર છે કે 2 વર્ષ સુધી કોવિડના જન-જાગરૂકતા અભિયાન ચલાવ્યા પછી સરકાર આ કોલર ટ્યુન બંધ કરવાનું વિચારી રહી છે.

TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Mar 29, 2022 | 10:39 AM

તમે પણ કોવિડ 19 કોલર ટ્યુન (Covid Caller Tune) સાંભળીને કંટાળી ગયા છો? જો તમારો જવાબ હા છે, તો આ સમાચાર તમારા માટે કોઈ ઉજવણીથી ઓછા નથી. છેલ્લા બે વર્ષથી આ કોલર ટ્યુને લોકોનો પીછો છોડ્યો નથી. હવે સમાચાર છે કે બહુ જલ્દી આ કોલર ટ્યુનનો પીછો છુટવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, કોરોના વાયરસ (Coronavirus) વિશે જાગૃતિ વધ્યાના લગભગ બે વર્ષ પછી, સરકાર હવે આ કોલર ટ્યુનને દૂર કરવાનું વિચારી રહી છે. જો કે આ ક્યારે થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ તે ટૂંક સમયમાં થવાની સંભાવના છે. ટ્વિટર પર આ સમાચાર સામે આવતાં જ સોશિયલ મીડિયા યુઝર્સની ખુશીનો પાર ન રહ્યો. લોકો મીમ્સ દ્વારા સતત તેમનો આનંદ વ્યક્ત કરતા રહે છે.

નોંધનીય છે કે જાન્યુઆરી 2021માં કોવિડ-19 કોલર ટ્યુનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો, પરંતુ કોલ કરતા પહેલા લાંબા કોલર ટ્યુનની સમસ્યા યથાવત રહી હતી. લોકોએ કહ્યું કે તેઓ તેનાથી કંટાળી ગયા છે. જો ફોનને ઇમરજન્સીમાં કૉલ કરવાનો હોય, તો તે સમગ્ર કોલર ટ્યુન વગાડ્યા પછી જ રીંગ વાગે છે. હવે પીટીઆઈએ કહ્યું છે કે, સરકાર તેને બહુ જલ્દી બંધ કરવા જઈ રહી છે. આ બાબતે લોકો ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. રમુજી મીમ્સ શેયર કરીને ઉજવણી કરી રહ્યા છે.

લોકોએ મીમ્સ શેયર કરીને વ્યક્ત કરી ખુશી

શું છે કોલર ટ્યુનમાં?

અત્યારે જ્યારે આપણે કોઈને કૉલ કરીએ છીએ, ત્યારે પ્રી-કોલ ઑડિયો સંભળાય છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તમે કેવી રીતે તમારી જાતને અને અન્ય લોકોને કોરોના રોગચાળાથી બચાવી શકો છો. જેમાં સાવચેતી વિશે માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Funny Video: બિલાડીને ચાંચ મારવાનું બતકને પડ્યું ભારે, જૂઓ પછી શું થયું

આ પણ વાંચો: Funny Video: નાની બાળકીએ ભૂલથી કરી આવી મજાક, મહિલા જમીન પર પડી, જુઓ વીડિયો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati