Viral Video: ઘણીવાર તમે લોકોને રસ્તા પર ખતરનાક સ્ટંટ કરતા જોયા હશે. સ્ટંટ કરવાના ચક્કરમાં આ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા પણ અચકાતા નથી. ખતરનાક સ્ટંટને (Stunt) કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે તે આ વાસ્વિકતા સ્વીકારતા નથી. તાજેતરમાં આવો જ એક ખતરનાક સ્ટંટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વિદ્યાર્થીઓ ચાલુ ટ્રેનમાં (Train) સ્ટંટ કરતા જોવા મળે છે.
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ શોકિંગ વીડિયોમાં સ્કૂલના બે વિદ્યાર્થીઓ ચાલતી ટ્રેનમાં ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો ચેન્નાઈમાં (Chennai) આવેલા કાવરાપેટ્ટાઈ રેલ્વે સ્ટેશનનો છે.
વીડિયોમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલો એક છોકરો અને છોકરી ચાલતી ટ્રેનની સાથે દોડતા જોવા મળે છે. જેમ જેમ ટ્રેનની ઝડપ વધે છે તેમ આ વિદ્યાર્થી દરવાજાને પકડીને પ્લેટફોર્મ પર તેમના પગ ખેંચતા જોવા મળે છે. બાદમાં જ્યારે ટ્રેન સ્ટેશનથી નીકળી રહી છે, ત્યારે બંને ટ્રેનની અંદર ચઢી જાય છે. કોરુક્કુપેટ પોલીસે આ મામલે હાલ તપાસ શરૂ કરી છે.
જુઓ વીડિયો
Watch: students performing stunt on train near #Chennai at Kavarapettai Railway station #TamilNadu @grpchennai @tnpoliceoffl @GMSRailway @dt_next
source: A Whatsapp forward pic.twitter.com/qeHO6O9BCg— Raghu VP (@Raghuvp99) November 25, 2021
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર Raghu VP નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. આ સાથે યુઝર્સ પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે જો તમે પણ આવું જ કંઈક કરવા ઈચ્છો છો તો ધ્યાનથી જુઓ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે મને લાગે છે કે આ વીડિયો જોયા પછી તમારે સમજવું જોઈએ કે રસ્તો અને વાહન તમારું રમતનું મેદાન નથી. આ સિવાય અન્ય યુઝર્સ (Users) પણ વિદ્યાર્થીઓને સલાહ આપતા જોવા મળે છે.
આ પણ વાંચો: ના હોય ! વાંદરોઓ પણ કોલ્ડ ડ્રિંક્સના શોખીન, Video જોઈને યુઝર્સ કહ્યુ ” આપણા વંશજો”
આ પણ વાંચો: Viral Video : હાઈ હીલ્સમાં સ્ટંટ ! યુવતીનો અદ્દભુત સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
Published On - 7:17 pm, Thu, 25 November 21