AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ઉંદર અને બિલાડીનું ગજબ બોન્ડિંગ, ભાગ્યે જ જોયો હશે તમે આવો વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઉંદર અને બિલાડી વચ્ચેનું આ વિચિત્ર બોન્ડિંગ લોકોને ખૂબ જ ગમે છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ક્યાંય જોવા મળતા નથી, તેથી યુઝર્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Viral: ઉંદર અને બિલાડીનું ગજબ બોન્ડિંગ, ભાગ્યે જ જોયો હશે તમે આવો વીડિયો
Cat and rat Shocking Video (Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 6:52 AM
Share

લોકો વર્ષોથી બિલાડી અને ઉંદર (Cat and rat video) વચ્ચેની લડાઈનો વીડિયો જોઈ રહ્યા છે. ઘણી વખત તમે બિલાડીને ઉંદર પકડવા દોડતી જોઈ હશે અને તેમની લડાઈ જોઈને તમને હંમેશા ટોમ એન્ડ જેરી કાર્ટૂન યાદ આવ્યા હશે. તે કાર્ટૂનમાં, જેરી અને ટોમ વચ્ચે હંમેશા ઝઘડો થાય છે. ક્યારેક ટોમ જેરીની પાછળ ભાગે છે, તો ક્યારેક જેરી ટોમને મ્હાત આપે છે. ક્યારેક બંને એવા ક્યૂટ અને ફની એક્ટ્સ કરવા લાગે છે કે બાળકો પણ તેમને જોઈને હસવાનું રોકી શકતા નથી, પરંતુ શું તમે ક્યારેય આ બંને વચ્ચે મિત્રતા જોઈ છે, જો નહીં તો આ દિવસોમાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે. જેને જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહિ થાય.

આ ક્લિપમાં ઉંદર બિલાડીના ખોળામાં બિન્દાસ આરામ કરતો જોવા મળે છે. જ્યારે બિલાડી પણ તેને ગળે લગાડતી અને સ્નેહ કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઉંદર અને બિલાડી વચ્ચેનું આ વિચિત્ર બોન્ડિંગ લોકોને ખૂબ જ ગમે છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ક્યાંય જોવા મળતા નથી, તેથી યુઝર્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બિલાડી અને ઉંદર આરામથી સાથે બેઠેલા જોવા મળે છે. ક્લિપ શરૂ થતાં જ લાગે છે કે બિલાડી ધીમે ધીમે ઉંદરનો શિકાર કરશે, પરંતુ એવું થતું નથી, ઊલટું ઉંદર તેના ખોળામાં આરામ કરી રહ્યો છે. આ ક્લિપ એટલી શાનદાર છે કે તેને જોયા પછી બિલાડી અને ઉંદર વિશે લોકોની વિચારસરણી બદલાઈ ગઈ છે.

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ama_mo7 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. થોડા કલાકો પહેલા જ શેર કરાયેલા આ વીડિયોને હજારો લાઈક્સ અને વ્યૂઝ મળ્યા છે. બિલાડી પ્રેમીઓ પણ ખાસ કરીને વીડિયોને પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે બિલાડી આજે શિકારના મૂડમાં નથી.’ જોકે, ઘણા યુઝર્સનું માનવું છે કે બિલાડી તેના શિકાર સાથે આવું જ વર્તન કરે છે.

આ પણ વાંચો: ગુજરાત સહીત દેશના ઘણા ભાગોમાં પડ્યો અવકાશી પદાર્થ, કોઈએ કહ્યું ઉલ્કાપિંડ તો કોઈએ કહ્યું UFO

આ પણ વાંચો: FIFA World Cup: પહેલીવાર ગલ્ફ દેશમાં યોજાનારી ટૂર્નામેન્ટમાં રસપ્રદ ડ્રો થયો, હવે ફૂટબોલના મેદાન પર અમેરિકા અને ઈરાન ટકરાશે

g clip-path="url(#clip0_868_265)">