Shocking Viral Video: કાર સાથે ટકરાયો બાઈક સવાર, ટક્કર લાગતા જ નીકળી ગયા પ્રાણ!

|

Sep 25, 2022 | 12:28 PM

રોડ એક્સિડન્ટ (Accident Viral Video)ને લગતા તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ (Viral Video)થતા હોય છે. આજકાલ એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે.

Shocking Viral Video: કાર સાથે ટકરાયો બાઈક સવાર, ટક્કર લાગતા જ નીકળી ગયા પ્રાણ!
Accident Viral Video
Image Credit source: Twitter

Follow us on

શું તમે પણ વિચાર્યા વગર અને આગળ-પાછળ જોયા વગર વાહન લઈ રસ્તા પર નીકળો છો? તો સાવચેત રહો, કારણ કે તે અકસ્માતને આમંત્રણ આપવા જેવું છે. ક્યારેક આવા અકસ્માતો જીવલેણ બની જાય છે. તેથી જ કહેવાય છે કે તમે રસ્તા પર ચાલતા હોવ કે કારમાં, તમારે હંમેશા ધ્યાનથી ચાલવું જોઈએ. જો તમે કાર ચલાવી રહ્યા છો તો તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે ક્યારે કઈ કાર ક્યાંથી આવીને તમને ટક્કર મારશે તે કહી ન શકાય. રોડ એક્સિડન્ટ (Accident Viral Video)ને લગતા તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ (Viral Video) થતા હોય છે. આજકાલ એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે.

આ વીડિયોમાં એક બાઈક સવાર વ્યક્તિ સીધો આવે છે અને ઝડપથી આવતી કાર સાથે અથડાય છે અને પછી જે નજારો દેખાય છે તે બધાના હોંશ ઉડાવી દે તેવો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર બાઈક સવાર સહિત વાહનો પોતપોતાની લેનમાં આગળ વધી રહ્યા છે, પરંતુ પછી અચાનક તેના મગજમાં શું આવે છે તે ખબર નથી કે તે તેની સામેની લેનમાં બાઇક લઈ જાય છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ દરમિયાન એક સ્પીડમાં કાર ત્યાંથી પસાર થાય છે અને પછી કાર અને બાઈક સવાર સામસામે અથડાયા હતા. બાઈક અથડાતાની સાથે જ તેના પર સવાર વ્યક્તિ હવામાં ઉછળે છે અને પછી હવામાં જ ફંગોળાઈને જમીન પર પડી જાય છે. તે પછી તે હલતો પણ નથી. કદાચ તે મૃત્યું પામ્યો હશે.

આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @AccidentTraffi3 નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 8 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 23 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેને આત્મહત્યા કરી હતી તો કેટલાક કહે છે કે જો તે મારા હાથમાં હોત તો મેં તેને પોઝ બટન દબાવીને બચાવી લીધો હોત. યૂઝર્સ કહી રહ્યા છે કે આ અકસ્માતમાં બાઈક સવારનો જ દોષ હતો, કારણ કે તે અચાનક ખોટી લેનમાં ઘૂસી ગયો હતો.

Next Article