Video : BSP ના આ નેતાને ટિકિટ ન મળતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા, નેતાજીએ જાહેરમાં કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા

|

Jan 15, 2022 | 4:23 PM

BSP નેતા અરશદ રાણાને મુઝફ્ફરનગરની ચારથાવલ સીટ પરથી ટિકિટ ન મળતા તેઓ જાહેરમાં રડી પડ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Video : BSP ના આ નેતાને ટિકિટ ન મળતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા, નેતાજીએ જાહેરમાં કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા
BSP Leader Arshad rana video goes viral

Follow us on

Viral Video : BSP નેતા (BSP Leader) અરશદ રાણાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયાપર ધમાલ મચાવી રહ્યો છે. મુઝફ્ફરનગરની ચારથાવલ સીટ પરથી ટિકિટ કપાયા બાદ તેઓ જાહેરમાં રડી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ દરમિયાન તેણે (Arshad Rana)આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના એક વરિષ્ઠ નેતાને બે વર્ષ પહેલા ટિકિટ માટે 67 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. છતા તેમને ટિકિટ મળી નથી.

નેતાજીએ જાહેરમાં કર્યુ કંઈક આવુ……!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે થાના નગરના પોલીસ સ્ટેશન પહોંચેલા BSP નેતા અરશદ રાણા પોલીસ સ્ટેશનના પ્રભારી આનંદ દેવ મિશ્રાની સામે રડવા લાગ્યા. અરશદ રાણાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સાથે જ લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જુઓ વીડિયો

‘BSPએ ટિકિટના બદલે પૈસા માગ્યા’

અરશદ રાણાએ કહ્યું કે નિર્ધારિત તારીખે તેમને BSPના પ્લેટફોર્મ પરથી 2022ની વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સહારનપુર વિભાગના મુખ્ય સંયોજક નરેશ ગૌતમ, પૂર્વ મંત્રી પ્રેમચંદ ગૌતમ, સત્યપ્રકાશ, કાર્ડિનેટર અને તત્કાલીન જિલ્લા અધ્યક્ષ મુઝફ્ફરનગર સતપાલ કટારિયા પણ હાજર હતા. અરશદ રાણાનો આરોપ છે કે વિધાનસભા ક્ષેત્રના ઉમેદવારની નિમણૂક કરવા માટે પણ તેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા.

 

યુઝર્સ આ વીડિયો હાલ શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતા એક યુઝરે લખ્યુ, જો આટલા પૈસા સોસાયટી પર ખર્ચાયા હોત તો અપક્ષ પણ જીતી ગયુ હોત. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ, આપણે આ દુઃખી વ્યક્તિ પર દયા કરવી જોઈએ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

આ પણ વાંચો : Assembly Elections 2022: શું રેલીઓ અને ચૂંટણી સભાઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે? ચૂંટણી પંચ આજે નિર્ણય લેશે

Next Article