Viral : ઉડતા પ્લેન પર થયો બરફનો વરસાદ, પછી જે થયુ તે જોઈને તમારા હોંશ ઉડી જશે !

|

Dec 30, 2021 | 5:33 PM

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થયો છે. જેમાં જમીનથી લગભગ 1,000 ફૂટ ઉપર ઉડતા પ્લેન પર બરફ વર્ષી થાય છે, જેને કારણે વિમાનની વિન્ડસ્ક્રીન સંપૂર્ણ રીતે તુટી જાય છે.

Viral  : ઉડતા પ્લેન પર થયો બરફનો વરસાદ, પછી જે થયુ તે જોઈને તમારા હોંશ ઉડી જશે !
British airways (File Photo)

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો ચર્ચામાં આવતો હોય છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ(Users) પણ ચોંકી જાય છે.આ દિવસોમાં આવો જ એક પ્લેનનો વીડિયો (Plane)  વાયરલ થઈ રહ્યો છ. જેમાં જમીનથી લગભગ 1,000 ફૂટ ઉપર ઉડતા પ્લેન પર બરફના ટુકડા પડે છે, પછી જે થયુ તે જોઈને મુસાફરોના (Traveller) શ્વાસ પણ અધ્ધર થઈ ગયા.

વિન્ડસ્ક્રીન તુટી જતા કંઈક આવુ થયુ

મળતા અહેવાલ મુજબ લંડનના ગેટવિક એરપોર્ટથી મધ્ય અમેરિકાના કોસ્ટા રિકા જતું બોઈંગ 777 પ્લેનમાં આ ઘટના બની હતી. બરફના ટુકડા પડવાના કારણે પ્લેનની વિન્ડ સ્ક્રિન સંપૂર્ણ રીતે તુટી ગઈ. જો કે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA2236 ના પાઇલટ પ્લેનને સેન જોસ આ પ્લેન ઉડાડવામાં સક્ષમ હતા.

જો કે આ ક્ષતિગ્રસ્ત પ્લેનના કારણે 200 જેટલા મુસાફરો સમયસર તેમના ઘરે પહોંચી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, ફ્લાઇટ 23 ડિસેમ્બરની સાંજે ગેટવિક માટે રવાના થવાની હતી, પરંતુ વિન્ડસ્ક્રીનના સમારકામના કારણે મુસાફરો ઓછામાં ઓછા 50 કલાક મોડા પડ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જુઓ વીડિયો

.@british_airways the BA2236 from San Jose saga continues, 1h30 sat on the tarmac as the ground staff failed to count who exactly is on the flight. BA cabin crew are excellent and as frustrated as us. Merry Christmas 🥺

— Alice Hill (@alicelouisax) December 26, 2021 

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ ક્ષતિગ્રસ્ત વિન્ડસ્ક્રીનને કારણે થયેલા વિલંબ માટે મુસાફરોની માફી પણ માંગી હતી.શરૂઆતમાં આ વિન્ડસ્ક્રીન ક્ષતિગ્રસ્ત થતા મુસાફરોના પણ હોંશ ઉડી ગયા હતા.પરંતુ પાયલોટની સમજદારીને કારણે આ પ્લેન સલામત રીતે લેન્ડ કરી શક્યુ હતુ.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Alice Hill નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : ચાન્સ પે ડાન્સ: રેડ સિગ્નલ જોતા જ યુવકને શુરાતન ચડ્યુ, વાહનોની વચ્ચે કરવા લાગ્યો ડાન્સ, જુઓ VIDEO

Next Article