AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral : આ નવરાત્રીમાં અનોખી સર્વિસ, ગરબા પાર્ટનર ભાડે લો, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ ડાન્સર્સ માટે ચાર્જ જાણી લો

ગુજરાતના એક યુવકે નવરાત્રિ માટે રેન્ટ એ ગરબા પાર્ટનર સર્વિસની શરુઆત કરી છે. 1,000 રુપિયાથી શરુ થનારા આ પેકેજ વિશે જાણો. તો ચાલો વિસ્તારથી આ વાયરલ આઈડિયા વિશે જાણીએ.

Viral :  આ નવરાત્રીમાં અનોખી સર્વિસ, ગરબા પાર્ટનર ભાડે લો, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ ડાન્સર્સ માટે ચાર્જ જાણી લો
| Updated on: Sep 17, 2026 | 11:52 AM
Share

જો તમે પણ એ લોકોમાંથી જો જે દર વર્ષે નવરાત્રિ આવવાની રાહ જોતા હોય છે. તેમજ વિચારતા હોય કે, કોની સાથે ગરબા રમવા. તો આ સમાચાર તમારા માટે છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો એજીબોગરીબ અને મજેદાર આઈડિયા વાયરલ થઈ રહ્યો છે. જેને સાંભળ્યા પછી તમે પણ હસવાનું રોકી શકશો નહી. ગુજરાતના એક વ્યક્તિએ ભાડા પર ગરબા પાર્ટનર આપવાનો બિઝનેસ શરુ કર્યો છે. જેને જાણી બધા ચોંકી ગયા છે. તો કેટલાક લોકો આમાં રસ પણ લઈ રહ્યા છે.

1,000 રુપિયાના સિલ્વર પેકેજમાં શું મળશે?

સૌથી સસ્તું સિલ્વર પેકેજ 1,000 રુપિયાનું છે. જેમાં 2 કલાક સુધી ગરબા રમવાની તક મળશે. મેચિંગ આઉટફિટ, ગરબાના સ્ટેપ શીખવવાની સાથે સેલ્ફી પણ સામેલ છે.

1,500 રુપિયામાં ગોલ્ડ પેકેજ

ગોલ્ડ પેકેજની કિંમત 1,500 રુપિયા રાખવામાં આવી છે. જેમાં 4 કલાક સુધી ગરબા રમવાની સાથે એક સ્ટોરી પણ દેખાડાશે. એક બીજાને પહેલાથી જાણતા હોય. તેની મુલાકાતની સ્ટોરી, આ સિવાય સોશિયલ મીડિયા પર શેર કરવા માટે વીડિયો પણ બનાવવામાં આવશે.

View this post on Instagram

2,000 રુપિયામાં પ્લેટિનમ પેકેજ

સૌથી મોંઘું પ્લેટિનમ પેકેજ 2,000 રુપિયાનું છે. જેમાં આખો દિવસ ગરબા કરવાની સુવિધા આપવામાં આવી છે. આ સિવાય ઈવેન્ટની પછી કિસ,દુપટ્ટો અને ઝુમકા યોગ્ય રીતે કરવામાં મદદ અને ગ્રાહકને સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડવાની પણ સુવિધા પેકેજમાં સામેલ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર લોકોએ રમુજી પ્રતિક્રિયાઓ આપી

પોસ્ટના કેપ્શનમાં, ક્રિશ મિસ્ત્રીએ લોકોને ટિપ્પણી કરીને અરજી કરવાનું કહ્યું. આ પછી, પોસ્ટ પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ આવી. કેટલાક તેને એક નવો સાઈડ બિઝનેસ ગણાવ્યો, જ્યારે અન્ય લોકોએ મજાકમાં કહ્યું કે ‘ગરબા પાર્ટનર ભાડે લો’ એક નવું કામ છે. દરમિયાન, કેટલાક આ પેકેજ વિશે ખૂબ ગંભીર દેખાતા હતા. તેઓએ પોતાના અને તેમના મિત્રો માટે અરજી કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને વધુ માહિતી માંગી.

નવરાત્રી દરમિયાન ગરબા રાત્રિઓ માટે વધતા ક્રેઝ અને સોશિયલ મીડિયા પર ફોટો રીલ્સ માટેની સ્પર્ધા વચ્ચે, લોકોને આ વિચાર એકદમ અનોખો અને રસપ્રદ લાગ્યો. જો કે, પોસ્ટમાં આ મજાક છે કે, આવી સેવા ખરેખર શરૂ થઈ રહી છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.

નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘નવ રાત્રિનો સમય’. અહી ક્લિક કરો

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">