Viral: જબરદસ્ત સિક્સર ! યુવકે ગજબનો છગ્ગો માર્યો, એકવાર જોયા પછી વારંવાર જોશો આ વીડિયો
આપણા દેશમાં ક્રિક્રેટ કેટલો લોકપ્રિય છે તે આપણે બધા જાણીએ છીએ પરંતુ આવી અજીબ રીતે છગ્ગા મારવાની સ્ટાઈલ તમે આ પહેલા ક્યારેય નહીં જોય હોય. કારણ કે સામાન્ય રીતે ક્રિકેટમાં આવા શોટ ભાગ્યે જ જોવા મળે છે.
ક્રિકેટ એ ખૂબ જ લોકપ્રિય રમત છે, જે ઘણા દેશોમાં રમાય છે. ભારતમાં ક્રિકેટ જેટલી લોકપ્રિય રમત ભાગ્યે જ બીજી કોઈ છે. અહીં તમે દરેક શહેર, દરેક ગામ અને દરેક શેરીમાં બાળકોને ક્રિકેટ રમતા જોઈ શકો છો. જો તમને ક્રિકેટમાં રસ છે તો તમે એબી ડી વિલિયર્સ (AB de Villiers)ને જાણતા જ હશો. આ ધુંઆધાર સાઉથ આફ્રિકન બેટ્સમેનને ‘મિસ્ટર 360 ડિગ્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે ક્રિકેટના મેદાનમાં તમામ પ્રકારે સિક્સર મારવાની ક્ષમતા ધરાવે છે.
તેના સિક્સરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એવા ઘણા ક્રિકેટ (Cricket) પ્રેમીઓ છે જેઓ તેમની જેમ દરેક રીતે અને ‘વિચિત્ર રીતે’ છગ્ગા મારવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક તેમાં સફળ પણ થાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેમાં એક છોકરો ખૂબ જ વિચિત્ર રીતે સિક્સ મારતો જોવા મળી રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયો(Funny Viral Videos)માં તમે જોઈ શકો છો કે છોકરો બેટિંગની સ્ટાઈલમાં પહેલા તો યોગ્ય રીતે બેટ પકડી ઉભો છે, પરંતુ બોલ તેની પાસે આવતા જ તે બેટને પાછળ તરફ ફેરવે છે અને બંને પગ વચ્ચેથી સિક્સર ફટકારે છે. તેની આ સિક્સર મારવાની સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે, કારણ કે સામાન્ય રીતે આવા શોટ ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે આ પ્રકારના શોટ માટે ઘણી પ્રેક્ટિસની જરૂર પડે છે અને આ પ્રકારને બોલ પણ મળવો જોઈએ, તો જ આવા શોટ્સ શક્ય છે.
આ ફની વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર iabhicricketer નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 26 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 20 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.
View this post on Instagram
ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘હવે આ બતાવો’, જ્યારે બીજા યુઝરે મિત્રને ટેગ કરતા મજાકિયા સ્વરમાં કમેન્ટ કરી કે, ‘જો તમે આ શોટને મારી શકતા નથી, તો તમારા કેપ્ટન બનવું નકામું છે’.
આ પણ વાંચો: PM Kisan Yojana: 10માં હપ્તા પહેલા ચેક કરો લીસ્ટમાં તમારૂ નામ, ન હોય તો આ નંબર પર કરો કોલ
આ પણ વાંચો: Truecaller ની ગ્લોબલ સ્પામ રિપોર્ટમાં થયો ખુલાસો, ભારતમાં એક નંબરે વર્ષમાં કર્યા 202 મિલિયન સ્પામ કોલ