ગજબ ! આ યુવકે બ્લેક કોબ્રાને ગ્લાસમાં પીવડાવ્યુ પાણી, આશ્વર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

|

Nov 22, 2021 | 2:59 PM

આજકાલ એક કોબ્રા સાપનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક જે રીતે કોબ્રા સાપને પાણી પીવડાવી રહ્યો છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

ગજબ ! આ યુવકે બ્લેક કોબ્રાને ગ્લાસમાં પીવડાવ્યુ પાણી, આશ્વર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Black Cobra

Follow us on

Viral Video : સાપનું નામ સાંભળતા જ ઘણા લોકોની હવા ટાઈટ થઈ જાય છે. આ સ્થિતિમાં જો તમને અચાનક બ્લેક કોબ્રા (Black Cobra) દેખાઈ જાય તો શું થશે ? સ્વાભાવિક છે કે તમે તમારી જાતને બચાવવા અહીં-ત્યાં દોડવા લાગશો. આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ગ્લાસમાં ખતરનાક બ્લેક કોબ્રાને પાણી પીવડાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકોના હોંશ ઉડી ગયા.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિના હાથમાં પાણીનો ગ્લાસ છે. જ્યારે એક કાળો કોબ્રા તેની ખૂબ નજીક દેખાય છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ (Social Media) ચોંકી ગયા છે. આ વીડિયો જોઈને કેટલાક લોકોએ આ યુવકને પાગલ ગણાવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાપ કેટલો ભયંકર દેખાય છે. જો કે, પાણી પીતી વખતે તેણે આ વ્યક્તિ પર કોઈપણ રીતે હુમલો કર્યો નહોતો. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જુઓ વીડિયો

વીડિયો જોઈને યુઝર્સ કંઈક આવી પ્રતિક્રિયા આપી

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી oyal_pythons_નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, આ પાગલપન છે… જો સાપે ડંખ માર્યો હોત તો શું પરિણામ આવત ? જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, પાણી પીતી વખતે આ ઝેરી સાપ કેટલો શાંત અને સુંદર દેખાય છે. એકંદરે આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: આ ચોરને ધોળા દિવસે ચોરી કરવી પડી ભારે ! ચોરી પકડાઈ જતા જોયા જેવી થઈ, જુઓ Video

આ પણ વાંચો: Viral : આ નાની બાળકીએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ ! ખતરનાક સ્ટંટ જોઈને લોકોના ઉડ્યા હોંશ

Next Article