AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: પક્ષીએ પાંખ ફેલાવી યુવતીને પ્રેમથી લગાવી ગળે, વીડિયો જોઈ લાખો લોકોના ચહેરા પર રેલાયું સ્મિત

વીડિયોમાં પક્ષી યુવતી પાસે જાય છે અને પછી તેને ગળે લગાવે છે. આ વીડિયોને 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકોએ તેને વિશ્વનું સર્વશ્રેષ્ઠ આલિંગન (Hug)ગણાવ્યું છે.

Viral Video: પક્ષીએ પાંખ ફેલાવી યુવતીને પ્રેમથી લગાવી ગળે, વીડિયો જોઈ લાખો લોકોના ચહેરા પર રેલાયું સ્મિત
Bird spread wings and hugged the girl with love
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 7:43 AM
Share

પક્ષીઓમાં પણ મનુષ્ય જેવી લાગણી હોય છે. તેઓ પણ આપણી જેમ જ તેમની લાગણીઓ શેર કરે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે. વીડિયોમાં એક તુર્કીશ પક્ષી કેમેરામાં કેદ થાય છે કે જે તેની પાંખો ફેલાવીને ખૂબ જ પ્રેમથી છોકરીને ગળે લગાવે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી રહ્યો છે. વીડિયોમાં પક્ષી છોકરી પાસે જાય છે અને પછી તેને ગળે લગાવે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. કેટલાકે તેને વિશ્વનું સર્વશ્રેષ્ઠ આલિંગન ગણાવ્યું છે તો કેટલાક તેને અમૂલ્ય ક્ષણ ગણાવી રહ્યા છે.

સોશિયલ મીડિયાની દુનિયા’માં કઈ મજાની વસ્તુઓ જોવા જેવી છે તે કહેવું મુશ્કેલ છે. આમાંથી કેટલાક વીડિયો ફની છે તો કેટલાક એવા છે કે જેને જોયા પછી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હવે જુઓ આ વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી મેદાનમાં બેઠી છે અને તેની પાછળ બે કૂતરા રમી રહ્યાં છે. બીજી જ ક્ષણે યુવતી તેના હાથ ફેલાવે છે અને કોઈને બોલાવવાનો પ્રયાસ કરે છે.

આ પછી જે નજારો સામે આવે છે તે જોયા પછી, તમે ન માત્ર આશ્ચર્ય પામશો, પરંતુ તમારા ચહેરા પર સ્મિત પણ આવશે. વીડિયોમાં એક પક્ષી છોકરીની નજીક ચાલે છે અને તેની પાંખો ફેલાવીને તેને ગળે લગાવે છે. આ નજારો એટલો સુંદર છે કે તમે પણ તમારી જાતને ‘સો ક્યૂટ’ (Cute Viral Videos) કહેવાથી રોકી શકશો નહીં. તો ચાલો પહેલા આ વીડિયો જોઈએ.

પક્ષી અને યુવતીની આ ખૂબ જ ક્યૂટ ક્ષણ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર beautiffulearth નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. 7 ડિસેમ્બરે અપલોડ કરવામાં આવેલો આ વીડિયો 31 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા યુઝર્સે આ અંગે પોતાની કમેન્ટ્સ પણ કરી છે.

એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘આ અમૂલ્ય છે’ ત્યારે બીજા યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે. આ દુનિયાનું સૌથી સુંદર આલિંગન (Hug)છે. એક અન્ય યુઝરે લખ્યું કે, કેટલી સુંદર પળ છે, મારા તરફથી પણ તેને Hug આપજો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ જીતી રહ્યો છે. હર કોઈ આ વીડિયોને જોયા બાદ લોકો પોતાનો પ્રેમ બાંટી રહ્યા છે.

આ પણ વાંચો: Viral: વિદેશી ભાઈ-બહેનના હિન્દી ગીત પર ગજબના એક્સપ્રેશન, આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરી કર્યા વખાણ

આ પણ વાંચો: PAPER LEAK : ધરપકડનો દૌર યથાવત, વધુ બે આરોપીની ધરપકડ, કોર્ટે એક આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા

g clip-path="url(#clip0_868_265)">