પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક બાદ ટ્વીટર યૂઝર્સ આવ્યા પીએમના સમર્થનમાં, #BharatStandsWithModiJi થયું ટ્રેન્ડ

|

Jan 05, 2022 | 8:25 PM

ટ્વિટર પર #BharatStandsWithModiJi ટ્રેન્ડ થવા લાગ્યુ છે અને લોકો PM મોદીના સમર્થનમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક બાદ ટ્વીટર યૂઝર્સ આવ્યા પીએમના સમર્થનમાં, #BharatStandsWithModiJi થયું ટ્રેન્ડ
Security lapses during PM Modi's visit to Punjab

Follow us on

પંજાબમાં (Punjab) બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સુરક્ષામાં મોટી ચુક જોવા મળી છે. વાસ્તવમાં, ભટિંડા એરફોર્સ સ્ટેશન પર વડાપ્રધાન ઉતર્યા પછી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા જવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે, તેમના કાફલાને રોડ થી લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ માટે એસપીજી અને ગૃહ મંત્રાલયે સુરક્ષાના દૃષ્ટિકોણથી પંજાબ પોલીસના ડીજીપી સાથે વાત કરી હતી. જ્યારે તેમના તરફથી જરૂરી સુરક્ષા વ્યવસ્થાની ખાતરી કરવામાં આવી હતી, ત્યારપછી પીએમ મોદીનો કાફલો રસ્તા પરથી પસાર થયો હતો, પરંતુ વચ્ચે એક જગ્યાએ વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો, જેના કારણે તેમનો કાફલો લગભગ 15-20 સુધી ફ્લાયઓવર પર રહ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આવી સ્થિતિમાં સુરક્ષાના કારણોસર પીએમના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા અને તેમનો કાફલો ભટિંડા એરપોર્ટ પરત ફર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાને પંજાબ સરકારના અધિકારીઓને કહ્યું કે, ‘તમારા મુખ્યમંત્રીનો આભાર કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો.’ પીએમની સુરક્ષામાં આ ક્ષતિને લઈને હવે કેન્દ્ર અને રાજ્ય સરકારો આમને-સામને આવી ગઈ છે. જ્યારે ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે સુરક્ષામાં મોટી ખામી ગણાવીને રિપોર્ટ માંગ્યો છે, ત્યારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે PMની સુરક્ષામાં કોઈ ક્ષતિ ન હતી, PMને કોઈ ખતરો ન હતો.

હવે આ મુદ્દે ટ્વિટર પર #BharatStandsWithModiJi ટ્રેન્ડ થવા લાગ્યુ છે અને લોકો PM મોદીના સમર્થનમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાલો એક નજર કરીએ કેટલીક ટ્વીટ્સ પર…

 

આ પણ વાંચો –

ડીજેના તાલે મશ્ગુલ થઈ નાચી રહેલા યુવકોને મળ્યો મેથીપાક, પોલીસને જોઈને 5 સેકન્ડમાં તમામ છૂ, જુઓ Viral Video

આ પણ વાંચો –

Video: પોલીસ સ્ટેશનમાં ઘૂસવા આ હાથીએ કર્યો હુમલો, જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ!

આ પણ વાંચો –

બાઈક કે બસ ? જુગાડ બાઈકમાં અડધા ડઝનથી વધુ લોકોની મુસાફરી, જોઈને લોકો પણ હસીને લોટ પોટ થયા

Next Article