બાઈક કે બસ ? જુગાડ બાઈકમાં અડધા ડઝનથી વધુ લોકોની મુસાફરી, જોઈને લોકો પણ હસીને લોટ પોટ થયા

બાઈક કે બસ ? જુગાડ બાઈકમાં અડધા ડઝનથી વધુ લોકોની મુસાફરી, જોઈને લોકો પણ હસીને લોટ પોટ થયા
Juggad bike

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક જુગાડ વીડિયો ધમાલ મચાવી રહ્યો છે, જેમાં એક બાઈકમાં જે રીતે સાતથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 05, 2022 | 5:26 PM

Jugaad Video: ઈન્ટરનેટ પર દરરોજ જુગાડ સંબંધિત વીડિયો (Jugaad) વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક જુગાડ જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યારે ઘણીવાર જુગાડ વાહનની મુસાફરી જોઈને લોકો પણ હસીને લોટ પોટ થઈ જાય છે. આ દિવસોમા આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં એક જુગાડ બાઈક (Jugaad Bike) પર જે રીતે ડઝન એક લોકો મુસાફરી (Travelling) કરી રહ્યા છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

10 ફૂટ લાંબી બાઈક જોઈને લોકો પણ ચોંકી ગયા!

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર લગભગ 10 ફૂટ લાંબી બાઈક પર બેઠો છે અને બાદમાં એક પછી એક સાતથી વધુ લોકો આ બાઈકમાં બેસી રહ્યા છે. અડધો ડઝનથી વધુ લોકો મુસાફરી કરી શકે તેવી આ અનોખી બાઈક જોઈને લોકો પણ વિચારમાં પડી ગયા છે. આ જુગાડ વીડિયો હાલ ઈન્ટરનેટ(Internet) પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ આ બાઈકને બસ ગણાવતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Meme wala (@memewalanews)

વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર memewalanews નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

જેમાં એક યુઝરે લખ્યુ કે જુગાડ જિંદાબાદ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે આવા જુગાડ માત્ર હિન્દુસ્તાનમાં જ થઈ શકે. જ્યારે એક યુઝરે પુછ્યુ કે આ બાઈક છે કે બસ? આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video : યુવકે બિલ્ડિંગ પર કર્યા ખતરનાક સ્ટંટ, જોઈને યુઝર્સ કહ્યુ “હિંમત હોય તો જ જુઓ”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati