Viral Video : ગજબ ! અદ્ભુત ટેલેન્ટનો ‘માસ્ટર’ છે આ વ્યક્તિ, એક જ વારમાં બનાવી 5 સુપરહીરોની તસવીર

|

May 26, 2022 | 8:59 AM

આ અદ્ભુત વીડિયો (Amazing Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @BrianRoemmele નામની ID સાથે શેયર કરવામાં આવ્યો છે. માત્ર 26 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Viral Video : ગજબ ! અદ્ભુત ટેલેન્ટનો માસ્ટર છે આ વ્યક્તિ, એક જ વારમાં બનાવી 5 સુપરહીરોની તસવીર
This guy is the 'master' of amazing talent

Follow us on

દરેક માણસની અંદર કોઈને કોઈ પ્રતિભા (Talented) હોય છે. તેણે ફક્ત તેની પ્રતિભાને ઓળખવાની અને તેને સુધારવાની જરૂર છે. દુનિયામાં એવા ઘણા લોકો છે, જેમની પાસે કોઈ કામ માટે પ્રતિભા હોય છે, પરંતુ તેઓ તેના પર ધ્યાન આપતા નથી અને તેને સુધારવાની કોશિશ કરતા નથી. જ્યાં સુધી તમે તમારી પ્રતિભાને નિખારશો નહીં, તો દુનિયા તમને કેવી રીતે ઓળખશે ? તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો આશ્ચર્યજનક રીતે પ્રતિભાશાળી હોય છે. પોતાની પ્રતિભાથી તે દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. સોશિયલ મીડિયાના આ યુગમાં લોકો સામે તમારી કુશળતા દર્શાવવી ખૂબ જ સરળ બની ગઈ છે. આજકાલ એક એવા ટેલેન્ટેડ વ્યક્તિનો (Talented Man) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેને તમે અદભૂત ટેલેન્ટનો ‘માસ્ટર’ કહીએ તો ખોટું નથી, કારણ કે તેની પ્રતિભા જોઈને તમારી આંખો ચોક્કસ ફાટી જશે. તમે વિશ્વાસ નહીં કરી શકો કે આવું થઈ શકે છે.

વાસ્તવમાં, એક વ્યક્તિએ માત્ર એક હાથના ઉપયોગથી એક સાથે 5-5 સુપરહીરોની તસવીરો બનાવી. જેને જોઈને લોકો દંગ રહી ગયા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વ્યક્તિએ એક લાકડીમાં 5-5 ડ્રોઈંગ પેન્સિલ સેટ કરી છે અને તેને વચ્ચેથી પકડીને એક સાથે પાંચ પેઇન્ટિંગ બનાવી રહ્યો છે. શરૂઆતમાં તો સમજાતું નથી કે તે કોની પેઈન્ટિંગ બનાવી રહ્યો છે, પરંતુ થોડા સમય પછી જે નજારો જોવા મળે છે તે આશ્ચર્યજનક છે. તેણે સુપરમેન અને બેટમેન જેવા પાંચ સુપરહીરોની તસવીરો બનાવી હતી અને તે પણ એટલી જબરદસ્ત હતી કે તેને જોઈને કોઈપણ મંત્રમુગ્ધ થઈ જાય. હવે આવા પ્રતિભાશાળી કલાકારને તમે પ્રતિભાની દુનિયાનો ‘બેતાજ બાદશાહ’ નહીં કહો તો બીજું શું કહેશો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જૂઓ અદભૂત વીડિયો…

આ અદ્ભુત વીડિયો (Amazing Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @BrianRoemmele નામની ID સાથે શેયર કરવામાં આવ્યો છે. માત્ર 26 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 14 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

વીડિયો જોયા પછી પણ લોકો વિશ્વાસ કરી શકતા નથી કે વ્યક્તિએ એક સાથે 5 પેઇન્ટિંગ્સ બનાવી છે. યુઝર પર કોમેન્ટ કરતાં કહ્યું કે, આ બધું એકસાથે કરવું શક્ય નથી, તે એક સમયે માત્ર એક જ ડ્રોઈંગ દોરી શકે છે. જ્યારે ઘણા યુઝર્સ વ્યક્તિની આ અદભૂત પ્રતિભા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

Next Article