AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : કરીના કપૂરની હમશક્લએ કર્યો નગાડા-નાગાડા પર ડાન્સ, વીડિયો જોઈને નવી બેબોથી ફેન્સ થયા ઈમ્પ્રેસ

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor) લાખો છોકરીઓની ફેવરિટ છે. આવી જ એક તેની ફેન છે ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અસ્મિતા ગુપ્તા, જે દરરોજ કરીનાના ગીતો પર વીડિયો બનાવતી રહે છે.

Viral Video : કરીના કપૂરની હમશક્લએ કર્યો નગાડા-નાગાડા પર ડાન્સ, વીડિયો જોઈને નવી બેબોથી ફેન્સ થયા ઈમ્પ્રેસ
Kareena KapoorImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 6:07 PM
Share

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન લાખો છોકરીઓની ફેવરિટ છે. કરીનાનું બેબોથી લઈને જબ વી મેટ સુધીનું તેમનું પાત્ર તેના ફેન્સમાં ખૂબ જ ફેમસ છે. ઘણીવાર એક્ટ્રેસના ફેન્સ સોશિયલ મીડિયા પર તેના ડાયલોગ્સ અને ફિલ્મોના સીન પર રીલ બનાવતા જોવા મળે છે. આવી જ એક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે અસ્મિતા ગુપ્તા. અસ્મિતા ગુપ્તાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અસ્મિતાનો ફેસ કરીના સાથે એકદમ મળતો આવે છે.

View this post on Instagram

A post shared by ASMITA (@asmita.guptaa)

અસ્મિતા બની ગીત

ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અસ્મિતા ગુપ્તાના ચહેરા સાથે સાથે તેની સ્ટાઈલ પણ કરીના સાથે ઘણી હદ સુધી મેળ ખાય છે. અસ્મિતાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક વીડિયો શેયર કર્યા છે. જેમાં તે જબ વી મેટ કી મેટની ગીત બનેલી જોવા મળી રહી છે. અસ્મિતાએ પોતાને કરીનાની જેમ તૈયાર કરી છે. ઈન્ફ્લુએન્સર અસ્મિતાએ કરીનાના ગીત નગાડા-નાગડા પર ડાન્સ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by ASMITA (@asmita.guptaa)

આ વીડિયોમાં અસ્મિતાએ કરીનાના એક્સપ્રેશનને જોરદાર કોપી કર્યા છે. તેનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તેનો લૂક અને આઉટફિટ પણ કરીના જેવો જ છે. આ લુકમાં તેણે બીજા ઘણા વીડિયો શેયર કર્યા છે. ફેન્સને તેનો કરીનાનો લૂક ઘણો પસંદ આવ્યો છે. જેના કારણે તે રીલ્સ બનાવવા માટે મોટાભાગે બેબોના પાત્રને પસંદ કરે છે.

આ પણ વાંચો : કિયારા અડવાણી સાથે પત્નીની સરખામણી પતિને પડી ભારે, ખાવા-પીવાનું થયું બંધ, જુઓ આ Funny Viral Video

યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ

ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરના આ વીડિયો જોયા બાદ યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- કરીના કપૂર 2.0, જ્યારે બીજા યુઝરે કહ્યું, નવી બેબો જોઈ, અન્ય એક યુઝરે લખ્યું, હું એક ક્ષણ માટે લાગ્યું કે હું કરીનાને જોઈ રહ્યો છું. અન્ય એક યુઝરે લખ્યું છે કે પહેલા હું બેબોને પ્રેમ કરતો હતો પરંતુ હવે મને અસ્મિતા ગમે છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">