Video : આર્ટિસ્ટે શાકભાજીમાંથી બનાવી માં દુર્ગાની અનોખી મૂર્તિ, આ અલૌલિક મૂર્તિ જોઇને ભક્તો થયા મંત્ર મુગ્ધ

|

Oct 15, 2021 | 1:03 PM

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં માં દુર્ગાની અનોખી મૂર્તિ જોવા મળી રહી છે. શાકભાજીમાંથી બનાવવામાં આવેલ આ અનોખી મુર્તિ જોઈને તમે પણ દંગ રહી જશો.

Video : આર્ટિસ્ટે શાકભાજીમાંથી બનાવી માં દુર્ગાની અનોખી મૂર્તિ, આ અલૌલિક મૂર્તિ જોઇને ભક્તો થયા મંત્ર મુગ્ધ
Artist made idol of maa durga by vegetables

Follow us on

Viral Video : સમગ્ર દેશમાં નવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રિના તહેવારમાં માં દુર્ગાની વિશેષ પુજા- અર્ચના કરવામાં આવે છે. તેમજ મંદિરોમાં પણ ખાસ શણગાર કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં માં દુર્ગાની અનોખી મુર્તિ હાલ ચર્ચામાં આવી છે. શાકભાજીમાંથી બનાવવામાં આવેલી આ મુર્તિ (Durga Idol) જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

માં દુર્ગાની અનોખી મુર્તિ હાલ ચર્ચામાં

આજકાલ સોશિયલ મીડિયા પર માં દુર્ગાની તસવીર અને વીડિયો વાયરલ થતા જોવા મળે છે.ઈન્ટરનેટ પર છવાયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,એક કલાકારે 12 અલગ- અલગ શાકભાજી (Vegetables) મિક્સ કરીને માં દુર્ગાની અનોખી મુર્તિ તૈયાર કરી છે.મળતી માહિતી મુજબ, આ કલાકારનું નામ સુદર્શન પટનાયક છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જુઓ વીડિયો

અલૌલિક મુર્તિના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી

ફેસબુક (Facebook) પર આ વીડિયો સુર્દશન પટનાયક દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘હેપ્પી મહા નૌમી, મેં પહેલીવાર 12 શાકભાજીનો ઉપયોગ કરીને માં દુર્ગાની મુર્તિ બનાવી છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, માં દુર્ગાની અલૌલિક મુર્તિ જોઈને ધન્ય અનુભવુ છુ. જ્યારે અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

 

આ પણ વાંચો : ખાખીની દરિયાદિલી : કેબલમાં ફસાયેલા પક્ષીનું ડ્રોનની મદદથી કરવામાં આવ્યું રેસક્યું, Video સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો : વિશ્વમાં એક પણ એવો દેશ નથી જ્યાં પતિ કરતા પત્નીની સરેરાશ કમાણી વધુ હોય, જાણો ભારતની સ્થિતિ શું છે?

Next Article