ખાખીની દરિયાદિલી : કેબલમાં ફસાયેલા પક્ષીનું ડ્રોનની મદદથી કરવામાં આવ્યું રેસક્યું, Video સોશિયલ મીડિયા પર વાયરલ

આજકાલ એક પક્ષીનો રેસક્યુ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાઈ વોલ્ટેઝ કેબલમાં ફસાયેલા એક પક્ષીને ડ્રોનની મદદથી રેસક્યુ કરવામાં આવી રહ્યુ છે.

ખાખીની દરિયાદિલી : કેબલમાં ફસાયેલા પક્ષીનું ડ્રોનની મદદથી કરવામાં આવ્યું રેસક્યું, Video સોશિયલ મીડિયા પર વાયરલ
police use drone to rescue bird

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક પક્ષી અને પ્રાણીઓના રેસક્યુ વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ આશ્વર્ય થાય છે.ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ (Internet) પર છવાયેલો જોવા મળ્યો છે.આ પક્ષીનું જે રીતે રેસ્કયુ કરવામાં આવ્યુ છે.તે જોઈને તમને પણ આ પોલીસ પર ગર્વ થશે.

પોલીસકર્મીઓએ આ રીતે રેસક્યુ કર્યુ 

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ કબુતરન 12 કલાકથી પણ વધુ સમયથી ઈલેક્ટ્રિક કેબલમાં (High Voltage Cable) ફસાયુ હતુ.ફાયર વિભાગની મદદ વિના આ કેબલની ઉંચાઈ સુધી પહોંચવુ મુશ્કેલ હતુ.પરંતુ બે પોલીસકર્મીએ ડ્રોનની મદદથી આ પક્ષીનું સફળતાપુર્વક રેસ્કયુ કર્યુ. આ પોલીસકર્મીઓની સોશિયલ મીડિયા પર ખુબ પ્રશંશા કરવામાં આવી રહી છે.

ખાખીની સૌ કોઈએ પ્રશંશા કરી

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,પક્ષીનો એક પગ કેબલ સાથે ફસાયેલો છે.અને પોલીસ દ્વારા ડ્રોનમાં ધારદાર ચાકુ લગાવીને તે ડ્રોનને (Drone) છોડે છે. જેની મદદથી આ કેબલ વાયરલ કપાઈ જાય છે અને પક્ષીનુ હાઈટેક રેસક્યુ સફળ થાય છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મળતી માહિતી મુજબ અમેરિકાના(US) પેરુ પોલીસ દ્રારા આ હાઈટેક રેસક્યુ (Rescue) કરવામાં આવ્યુ હતુ. આ વીડિયો સોશિયલ મીડિયા પર  @Reuters નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, પોલીસની (Peru Police) કામગિરી ખરેખર દાદ માંગી લે છે…જ્યારે અન્ય યુઝર્સ પણ આ પોલીસકર્મીઓની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ  થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો : વિશ્વમાં એક પણ એવો દેશ નથી જ્યાં પતિ કરતા પત્નીની સરેરાશ કમાણી વધુ હોય, જાણો ભારતની સ્થિતિ શું છે?

આ પણ વાંચો : OMG! ઓનલાઇન ઓર્ડર કર્યો હતો સાબુ અને પાર્સલમાંથી નીકળ્યો Realme Pad, જાણો પછી શું થયુ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati