OMG : કેરળની ડિઝાઈનરે બનાવી દુનિયાની પહેલી એડિબલ સાડી ! જાણો આ અનોખી સાડી વિશે

|

Aug 30, 2021 | 3:27 PM

કેરળના કોલ્લમ શહેરની ડિઝાઈનર અન્ના એલિઝાબેથ જ્યોર્જે દુનિયાની પહેલી એડિબલ સાડી ડિઝાઇન કરી છે. લગભગ બે કિલો વજન ધરાવતી આ સાડી બનાવવા માટે તેને એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો.

OMG : કેરળની ડિઝાઈનરે બનાવી દુનિયાની પહેલી એડિબલ સાડી ! જાણો આ અનોખી સાડી વિશે
Anna Elizabeth George made the worlds first edible saree

Follow us on

Kerala : ડિઝાઈનર જ્યોર્જ હંમેશા આઉટ ઓફ ધ બોક્સ પ્રવૃતિઓ કરવાનું પસંદ કરે છે. તાજેતરમાં તેમણે કસાવૂ સાડી ડિઝાઈન કરી છે જે કેરળમાં ખાસ પ્રસંગોમાં પહેરવામાં આવતી હોય છે, હાફ વ્હાઈટ કલરની આ સાડીને ગોલ્ડન બોર્ડર દ્વારા શણગારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જ્યોર્જ એક ફેશન ડિઝાઈનર (Fashion Designer) છે.

દુનિયાની પહેલી એડિબલ સાડી બનાવવાનું મારૂ સપનુ સાકાર થયુ :ડિઝાઈનર જ્યોર્જ 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જ્યોર્જ થોડા સમય પહેલા કેન્સર અને ન્યૂરોબાયોલોજીમાં પીએચડીનો (PHD) અભ્યાસ પૂર્ણ કર્યો છે અને બાદમાં તેને એડિબલ સાડી (Edible Saree) બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, “દુનિયાની પહેલી એડિબલ સાડી બનાવવાનુ મારૂ સપનુ સાકાર થયુ.” તાજેતરમાં આ ડિઝાઈનરનો એડિબલ સાડીનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, લોકોને આ સાડી જોઈને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

જુઓ વીડિયો 

સાડી બનાવવા માટે જ્યોર્જને એક અઠવાડિયાનો સમય લાગ્યો

આ સાડી બનાવવા માટે જ્યોર્જને એક સપ્તાહનો સમય લાગ્યો હતો. સાડીનું બેઝ બનાવવા માટે તેણે સ્ટાર્ચ વેફર પેપરનો (Wafer Paper) ઉપયોગ કર્યો હતો. આ એડિબલ સાડી બનાવવા માટે જ્યોર્જને 30,000 રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. આ સિદ્ધિનો શ્રેય તેણે તેના નાનાજીને આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, આ સ્કિલ તેમને તેના નાનાજી પાસેથી જ મળી હતી.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી annaelizabethgeorge એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video : મિત્રોએ કંઈક આ અંદાજમાં ઉજવ્યો જન્મદિવસ, વીડિયો જોઈને લોકોએ કહ્યું ‘કોઈને આવા મિત્રો ન મળવા જોઈએ’

આ પણ વાંચો: Funny Video : બાઇક સવારે સંતુલન ગુમાવતા બાઈક ઘરમાં ઘૂસી ગઈ ! વીડિયો જોઈને સુનીલ ગ્રોવરે કહ્યુ “પિયા ઘર આયા “

Next Article