Video : ભારે કરી ! આ દુલ્હનને એવો તો ગુસ્સે આવ્યો કે લગ્નમંડપમાંથી મુકી દોટ, પછી તો જોવા જેવી થઈ

|

Dec 05, 2021 | 9:43 AM

આજકાલ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હન ગુસ્સામાં કંઈક એવુ કરે છે, તે જોઈને મહેમાનો પણ ચોંકી જાય છે.

Video : ભારે કરી ! આ દુલ્હનને એવો તો ગુસ્સે આવ્યો કે લગ્નમંડપમાંથી મુકી દોટ, પછી તો જોવા જેવી થઈ
Bride video goes viral

Follow us on

Funny Video : લગ્ન સંબધિત વીડિયો અવારનવાર ઈન્ટરનેટ પર વાયરલ થતા જોવા મળે છે. સામાન્ય રીતે લગ્નનો પ્રસંગ દુલ્હા-દુલ્હન માટે ખુબ જ ખાસ હોય છે. લગ્નને ખાસ બનાવવા લોકો અગાઉથી જ તૈયારી કરતા જોવા મળે છે. તમે લગ્નમાં કોઈ મહેમાનોને ગુસ્સે થતા જોયા હશે, પરંતુ શું તમે લગ્નમાં (Wedding)ક્યારેય કોઈ દુલ્હનને ગુસ્સે થતા જોઈ છે..? જી હા આ દુલ્હન તેના લગ્નમાં એવી તો ગુસ્સે થાય છે, કે લગ્નમંડપમાંથી (Wedding Stage) દોટ મુકીને ભાગતી જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગ્નની રશમ ચાલી રહી છે. જ્યારે વરરાજાએ(Groom)  દુલ્હનને વરમાળા પહેરાવી રહ્યા છે આ દરમિયાન દુલ્હનને ગુસ્સો આવે છે અને તે ઉભી થઈ જાય છે અને વરમાળા ફેંકી દે છે. બાદમાં લગ્ન મંડપમાંથી નીચે ઉતરતી જોવા મળે છે.જો કે તેનો ગુસ્સો શાંત થતા તે પાછી માંડવામાં પરત ફરે છે. આ દુલ્હનનો વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધૂમ મચાવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જુઓ વીડિયો

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે, યુઝર્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે,આવી ગુસ્સાવાળી દુલ્હન ભગવાન કોઈને ન આપે….જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,દુલ્હન માંડવામાં પાછી ન આવી હોત તો ? આ સિવાય અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા(Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો વ્યુઝ મળી ચૂક્યા છે.

 

આ પણ વાંચો : Video : અનોખા કારનામાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! માથા વડે નારિયેળ ફોડતા આ વ્યક્તિને જોઈને યુઝર્સ કહ્યુ ” જુનિયર રોનાલ્ડો “

આ પણ વાંચો : ના હોય ! આ મિત્રએ લગ્નમાં એવી ગિફ્ટ આપી કે વીડિયો થયો વાયરલ, જોઈને લોકોએ કહ્યુ ” દોસ્ત હો તો ઐસા “

Published On - 9:43 am, Sun, 5 December 21

Next Article