AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 35 વર્ષ જૂના ટ્રેક્ટરે ખેંચી 12 ટન શેરડી, વીડિયો જોઈ આનંદ મહિન્દ્રાએ કહી આ વાત

તાજેતરમાં એક વપરાશકર્તાએ આનંદ મહિન્દ્રાને ટેગ કરતા તેમના ટ્રેક્ટરનો એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, આનંદ મહિન્દ્રા અને મહિન્દ્રા ગ્રૂપનો મારો હૃદયપૂર્વક આભાર.

Viral Video: 35 વર્ષ જૂના ટ્રેક્ટરે ખેંચી 12 ટન શેરડી, વીડિયો જોઈ આનંદ મહિન્દ્રાએ કહી આ વાત
Image Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 8:25 PM
Share

આનંદ મહિન્દ્રા ઈન્ટરનેટ જગતમાં પોતાના ટ્વિટ્સ માટે લોકપ્રિય છે. દરરોજ તેઓ કંઈક શેર કરતા રહે છે જે જોઈને યુઝર્સ ખુશ થઈ જાય છે. તાજેતરમાં એક વપરાશકર્તા (@devkate_bala) એ તેમને ટેગ કરતા તેમના ટ્રેક્ટરનો એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, આનંદ મહિન્દ્રા અને મહિન્દ્રા ગ્રૂપનો મારો હૃદયપૂર્વક આભાર. મહિન્દ્રા 265DI 35HP વર્ષ 1988માં ખરીદવામાં આવ્યુ હતું. હવે આ ટ્રેક્ટર 35 વર્ષ જૂનું છે. ખાસ વાત એ છે કે તે હજુ પણ જોરદાર ચાલે છે તેની મદદથી શેરડીના ખેતરમાંથી 12 ટન શેરડી ભરેલી ટ્રોલી લઈ આવી હતી.

આ પણ વાંચો: CBIની 8 કલાકની કડક પૂછપરછ બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ

વ્યક્તિનો જવાબ આપતા, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું, જ્યારે અમારા ટ્રેકટરો તમારા જીવનમાં લાંબા સમય સુધી તમારી સાથે હોય ત્યારે અમને સૌથી વધુ આનંદ થાય છે. આ પછી તેમનું ટ્વીટ વાયરલ થયું, જેને સમાચાર લખ્યા ત્યાં સુધી હજારોથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને વીડિયોને 1 લાખ 38 હજારથી વધુ વ્યુ મળી ચૂક્યા છે. આ અંગે તમામ યુઝર્સે ફીડબેક પણ આપ્યા હતા. કેટલાક લોકોએ મહિન્દ્રાના ટ્રેક્ટરના વખાણ કર્યા તો કેટલાક યુઝર્સે કહ્યું કે ઓવરલોડિંગ જોખમી હોઈ શકે છે.

આનંદ મહિન્દ્રાએ જવાબ આપતા કર્યુ ટ્વિટ

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો

g clip-path="url(#clip0_868_265)">