નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળ્યો અદ્ભુત નજારો, એક સાથે 1 લાખથી વધુ લોકોએ કર્યું રાષ્ટ્રગાન

નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગીત વાગતાની સાથે જ સ્ટેડિયમમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં હાજર 1 લાખથી વધુ ચાહકો રાષ્ટ્રગીતની ધૂન સાથે જોડાયા અને એક સાથે રાષ્ટ્રગાન કર્યું હતું.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળ્યો અદ્ભુત નજારો, એક સાથે 1 લાખથી વધુ લોકોએ કર્યું રાષ્ટ્રગાન
Narendra Modi Stadium
Follow Us:
| Updated on: Nov 19, 2023 | 6:22 PM

ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ચાલી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ઉત્સાહનો માહોલ છે, ત્યારે સ્ટેડિયમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગીત વાગતાની સાથે જ સ્ટેડિયમમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં હાજર 1 લાખથી વધુ ક્રિકેટ ચાહકો રાષ્ટ્રગીતની ધૂન સાથે જોડાયા અને એક સાથે રાષ્ટ્રગાન કર્યું હતું

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેશભક્તિ રંગે રંગાયું

રમતગમતની સીમાઓ ઓળંગીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ પહેલા, જ્યારે ભારતીય રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે પ્રેક્ષકો ઉભા થઈ ગયા. સ્ટેડિયમમાં હાજર 1 લાખથી વધુ દર્શકોએ એકસાથે રાષ્ટ્રગીત ગાયું હતું. રાષ્ટ્રગીત દરમિયાન સમગ્ર સ્ટેડિયમમાં દેશભક્તિનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હનુમાન ચાલીસાથી ગુંજી ઉઠ્યું

ભારત- ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વાદળી જર્સીથી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને લાખો લોકો એકસાથે હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે. લોકો પોસ્ટની કોમેન્ટમાં પર જયશ્રી રામ લખી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">